
Rajkot : રાજકોટમાં ઓનલાઈન શાકભાજી અને ફળો મગાવતા ગ્રાહકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા Blinkitના સ્ટોરેજ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Rajkot મહાનગરપાલિકા એટલે કે RMCના જન્મ-મરણ વિભાગમાં મરણ નોંધના ડેટાને CRS પોર્ટલ પર અપલોડ કરવાની પ્રક્રિયામાં મોટો બેકલોગ સામે આવ્યો છે.

Rajkot: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કુલ 24 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 2 દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે, જ્યારે 8 દરખાસ્તોને પરત મોકલવામાં આવી છે.

રાજકોટ શહેરમાં દૂષિત પાણીના વિતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના મેયર ડો. નેહલ શુક્લે સ્વીકાર્યું છે કે શહેરના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણની સમસ્યા જોવા મળે છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સમસ્યાના કારણો અંગે મહાનગરપાલિકા સતત અભ્યાસ કરી રહી છે અને જરૂરી સુધારાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગણેશ મહોત્સવને વધુ પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આ વર્ષે 10 હજાર સંપૂર્ણ માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓના ઉપયોગને ઘટાડીને પર્યાવરણ અને જળાશયોનું સંરક્ષણ કરવાનો છે.

રાજકોટ: ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મેગા ચેકિંગ અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 121 રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને 55 કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેને સ્થળ પર જ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન સ્ટોરેજ,...

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ફૂડ સેફ્ટીને લઈને સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પેઢીઓમાં અચાનક તપાસ કરતાં અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. ફૂડ વિભાગની ટીમે કુલ 66 જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન 218 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી ફરી એકવાર ચર્ચામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ડિમોલિશન દરમિયાન દર્શાવવામાં આવેલા રૂ. 27 લાખના ખર્ચની દરખાસ્તને નામંજૂર કરી છે. ટેન્ડરની નિયત પ્રક્રિયાનું પાલન ન થયું હોવાનું સામે આવતાં આ નિર્ણય લેવાયો છે. સાથે જ હાલના તમામ રેટ કોન્ટ્રાક્ટની પુનઃ સમીક્ષા કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ખાણીપીણી પાછળ થયેલા 27 લાખ રૂપિયાના ખર્ચ સામે કોંગ્રેસે RMCને ઘેર્યું છે. 231 રૂપિયાની નાસ્તાની ડિશથી લઈને લાખોના બિલ સુધીના મુદ્દે કોંગ્રેસે કાજુકતરી બતાવી અનોખો વિરોધ નોંધાવ્યો અને સમગ્ર મામલે તપાસની માંગ ઉઠાવી છે.

રાજકોટમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે મનપા એક્શનમાં જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે છેલ્લા 6 દિવસમાં 400થી વધુ ખાણીપીણીની પેઢીઓમાં ત્રાટકતી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન 2900 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલવાની સાથે અનેક પેઢીઓને નોટિસ અને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

રાજકોટમાં ફરી એકવાર ડિમોલિશનની કાર્યવાહી ચર્ચાનું કેન્દ્ર બની છે. અમીન માર્ગ વિસ્તારમાં આવેલી કરોડોની સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા રાજકોટ મહાનગરપાલિકાએ 70 જેટલા ઝૂંપડાં ખાલી કરવાની નોટિસ આપી છે. છેલ્લા 50 વર્ષથી અહીં વસવાટ કરતા પરિવારો અચાનક મળેલી નોટિસથી ચિંતિત બન્યા છે. ચોમાસું નજીક હોવાના કારણે અસરગ્રસ્તોએ તંત્ર સમક્ષ કાર્યવાહી મુલતવી રાખવા અથવા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે. શહેરમાં જર્જરિત અને જોખમી મકાનોને લઈને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે અત્યંત ભયજનક બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાની તંત્રે તૈયારી દર્શાવી છે.

રાજકોટમાં પાણી વિતરણની સમસ્યાઓને લઈને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. મેયર નેહલ શુક્લની અધ્યક્ષતામાં ત્રણે ઝોનમાં યોજાયેલી બેઠકોમાં નાગરિકોની ફરિયાદો પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને તાત્કાલિક નિરાકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરના ડ્રેનેજ નેટવર્ક અને રસ્તાઓની સ્થિતિ સુધારવાના દાવા વચ્ચે કોર્પોરેશનનું વાહન જ ખાડામાં ફસાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હાલ આ ઘટના સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની છે.

રાજકોટના નવા મેયર નેહલ શુક્લા એક્શન મોડમાં... 72 કરોડના સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન કામગીરીમાં ખામીઓ સામે આવતા અધિકારીઓને આડે હાથ લીધા... ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં કરવાની કડક ચેતવણી આપી.

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. રાજકોટના 23મા મેયર તરીકે તેમની પસંદગી થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.