Rajkot માં 4 લાખ મરણ નોંધ પેન્ડિંગ, ઓક્ટોબર સુધીમાં CRS પોર્ટલ પર થશે અપલોડ



Rajkot Corporation
Rajkot માં 4 લાખ મરણ નોંધ પેન્ડિંગ, ઓક્ટોબર સુધીમાં CRS પોર્ટલ પર થશે અપલોડ



Rajkot Corporation
Rajkot : અત્યાર સુધીમાં આશરે 4 લાખ મરણ નોંધ CRS પોર્ટલ પર અપલોડ કરવાની બાકી છે. રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બર, 2025થી CRS પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું હતું. ત્યારથી જન્મ અને મરણની નોંધ સંબંધિત ડેટાને પોર્ટલ પર અપલોડ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. RMCના જન્મ-મરણ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ પી.ડી. જોષીના જણાવ્યા મુજબ, બાકી રહેલી મરણ નોંધોને પોર્ટલ પર અપલોડ કરવાની કામગીરી ચાલી રહી છે અને ઓક્ટોબર 2026 સુધીમાં તમામ મરણ નોંધ અપલોડ થઈ જશે.
જન્મની નોંધોને પોર્ટલ પર અપલોડ કરવાની કામગીરી ચાલુ છે
હાલમાં ખાસ કરીને જન્મની નોંધોને પોર્ટલ પર અપલોડ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાંથી ડેટા પોર્ટલ પર અપલોડ કરવામાં આવી રહ્યો હોવાથી પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી રહી હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મરણ નોંધ અને મરણના દાખલાનું મહત્વ અનેક સરકારી તથા કાનૂની પ્રક્રિયાઓમાં હોય છે. ખાસ કરીને જમીન-મકાનની વારસાઈ, મિલકતના હક્કમાં ફેરફાર અને ઈન્સ્યોરન્સ ક્લેમ જેવી પ્રક્રિયામાં મરણના દાખલાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં મરણ નોંધ સમયસર ઉપલબ્ધ થવી અરજદારો માટે મહત્વપૂર્ણ બની રહે છે. વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2025 બાદની જન્મ-મરણની નોંધ હાલમાં માન્ય રહે છે.
જૂની નોંધોના ડેટાને CRS પોર્ટલ પર અપલોડ કરવાની કામગીરી ચાલી રહી છે
સમગ્ર રાજ્યમાંથી ડેટા પોર્ટલ પર અપલોડ થતો હોવાથી તમામ પેન્ડિંગ નોંધોને ઓનલાઈન લાવવામાં સમય લાગી રહ્યો હોવાનું અધિકારીઓનું કહેવું છે. બીજી તરફ આધારકાર્ડમાં સુધારા અંગે પણ મહત્વની પ્રક્રિયા સામે આવી છે. આધારકાર્ડ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને APK વેરિફિકેશન બાદ જ આધારકાર્ડમાં સુધારા કરી શકાશે, તેવી માહિતી આપવામાં આવી છે. RMCના જન્મ-મરણ વિભાગ દ્વારા પેન્ડિંગ મરણ નોંધોનું ડિજિટલ અપલોડિંગ ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અધિકારીના જણાવ્યા મુજબ ઓક્ટોબર 2026ના અંત સુધીમાં તમામ પેન્ડિંગ મરણ નોંધો CRS પોર્ટલ પર અપલોડ થઈ જવાની અપેક્ષા છે. આથી મરણના દાખલાની જરૂરિયાત ધરાવતા નાગરિકોને આગામી સમયમાં ઓનલાઈન રેકોર્ડ ઉપલબ્ધ થવાથી પ્રક્રિયામાં સરળતા રહેવાની શક્યતા છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





