Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં કોર્પોરેશનનો ટ્રક જ ખાડામાં ફસાયો, પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા સામે ઉઠ્યા સવાલ

પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરના ડ્રેનેજ નેટવર્ક અને રસ્તાઓની સ્થિતિ સુધારવાના દાવા વચ્ચે કોર્પોરેશનનું વાહન જ ખાડામાં ફસાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હાલ આ ઘટના સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 12:42 PM IST
રાજકોટમાં કોર્પોરેશનનો ટ્રક જ ખાડામાં ફસાયો, પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા સામે ઉઠ્યા સવાલરાજકોટમાં કોર્પોરેશનનો ટ્રક જ ખાડામાં ફસાયો, પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા સામે ઉઠ્યા સવાલ

રાજકોટ: "ખાડો ખોદે તે પડે" કહેવત રાજકોટમાં જાણે સાચી સાબિત થઈ હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના અમીન માર્ગ કોર્નર નજીક ડ્રેનેજ સફાઈ માટે જઈ રહેલું રાજકોટ મહાનગરપાલિકાનું વાહન જ ખાડામાં ફસાઈ જતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાએ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી અને માર્ગ મરામતના દાવાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

મળતી માહિતી મુજબ અમીન માર્ગ વિસ્તારમાં અંદાજે એકથી દોઢ મહિના અગાઉ ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે ખોદકામ પૂર્ણ થયા બાદ ખાડો યોગ્ય રીતે પુરવામાં આવ્યો ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પરિણામે ડ્રેનેજ સફાઈ માટે જઈ રહેલો કોર્પોરેશનનો ટ્રક રસ્તા પર બનેલા ખાડામાં ફસાઈ ગયો હતો.

ઘટનાના દૃશ્યો સામે આવતા સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં અનેક જગ્યાએ વિકાસકાર્યો અને યુટિલિટી લાઇન માટે ખોદકામ કરવામાં આવે છે, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાઓનું યોગ્ય પુનઃસ્થાપન કરવામાં આવતું નથી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.