ગણેશ મહોત્સવમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, 10 હજાર માટીના ગણેશજીનું કરાશે વિતરણ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગણેશ મહોત્સવને વધુ પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આ વર્ષે 10 હજાર સંપૂર્ણ માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓના ઉપયોગને ઘટાડીને પર્યાવરણ અને જળાશયોનું સંરક્ષણ કરવાનો છે.
Rahul Desai
Rahul Desai
ગણેશ મહોત્સવમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, 10 હજાર માટીના ગણેશજીનું કરાશે વિતરણગણેશ મહોત્સવમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, 10 હજાર માટીના ગણેશજીનું કરાશે વિતરણ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગણેશ મહોત્સવને વધુ પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આ વર્ષે 10 હજાર સંપૂર્ણ માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓના ઉપયોગને ઘટાડીને પર્યાવરણ અને જળાશયોનું સંરક્ષણ કરવાનો છે.

આ અભિયાન હેઠળ એક ફૂટ ઊંચાઈની સંપૂર્ણ માટીની ગણેશજીની મૂર્તિ રૂ. 500ના ટોકન દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. માટીની મૂર્તિ હોવાથી ભાવિકો પોતાના ઘરે જ ટબ, કુંડો અથવા અન્ય વાસણમાં સરળતાથી વિસર્જન કરી શકશે, જેના કારણે નદીઓ, તળાવો અને અન્ય જળાશયો પર પ્રદૂષણનું ભારણ ઘટશે.

મૂર્તિઓના વિતરણથી લઈને સમગ્ર આયોજનની જવાબદારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંભાળશે. ઉપરાંત શહેરની વિવિધ શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, જળ સ્વચ્છતા અને ઇકો-ફ્રેન્ડલી ઉજવણી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

રાજકોટના મેયર નેહલ શુક્લે શહેરવાસીઓને અપીલ કરી છે કે તેઓ POPની મૂર્તિઓને બદલે સંપૂર્ણ માટીની ગણેશજીની મૂર્તિઓનો ઉપયોગ કરે અને પર્યાવરણ બચાવવાના આ પ્રયાસમાં સહભાગી બને. તેમણે જણાવ્યું કે ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવી આજના સમયની જરૂરિયાત છે અને આ અભિયાન શહેરને હરિત તથા સ્વચ્છ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.