રાજકોટમાં ફૂડ વિભાગનો મેગા ચેકિંગ ડ્રાઇવ, 218 કિલો વાસી-અખાદ્ય ખોરાકનો નાશ; 26 વેપારીઓને નોટિસ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ફૂડ સેફ્ટીને લઈને સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પેઢીઓમાં અચાનક તપાસ કરતાં અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. ફૂડ વિભાગની ટીમે કુલ 66 જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન 218 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ફૂડ સેફ્ટીને લઈને સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પેઢીઓમાં અચાનક તપાસ કરતાં અનેક અનિયમિતતાઓ સામે આવી હતી.

ફૂડ વિભાગની ટીમે કુલ 66 જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન 218 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન ગંદકી, ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન અને સ્વચ્છતાના અભાવ બદલ 26 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત વિવિધ નિયમોના ભંગ બદલ રૂ. 42,000નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.

આ સાથે શહેરમાં દૂધની ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે ફૂડ વિભાગે ખાસ અભિયાન ચલાવી વિવિધ સ્થળોએથી દૂધના નમૂનાઓ પણ એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલ્યા હતા. ફૂડ વિભાગની આ કડક કાર્યવાહી બાદ અખાદ્ય, વાસી અને ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આવી ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.