રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 121 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનોમાં ચેકિંગ; 55 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો


AI Generated Images
રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 121 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનોમાં ચેકિંગ; 55 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો


AI Generated Images
રાજકોટ: ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મેગા ચેકિંગ અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 121 રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અધિકારીઓને 55 કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેને સ્થળ પર જ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ અને સ્વચ્છતા (હાઈજેનિક કન્ડિશન)ના નિયમોમાં ખામી જોવા મળતાં 35 વેપારી પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત, 180 કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને નિયમોના ભંગ બદલ સંબંધિત વેપારીઓ સામે કુલ રૂ.44,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે નાગરિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ શહેરભરમાં આવી જ ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




