Get News Alerts

Never miss breaking news updates.

Rajkot: સ્ટેન્ડિંગ કમિટીમાં 30 કરોડના વિકાસકામોની દરખાસ્ત, 10 કરોડના કામોને મંજૂરી

Rajkot: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કુલ 24 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 2 દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે, જ્યારે 8 દરખાસ્તોને પરત મોકલવામાં આવી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 09 Sep 2026 07:12 PM IST
Rajkot: સ્ટેન્ડિંગ કમિટીમાં 30 કરોડના વિકાસકામોની દરખાસ્ત, 10 કરોડના કામોને મંજૂરીRajkot: સ્ટેન્ડિંગ કમિટીમાં 30 કરોડના વિકાસકામોની દરખાસ્ત, 10 કરોડના કામોને મંજૂરી

Rajkot

Rajkot: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કુલ 24 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 2 દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે, જ્યારે 8 દરખાસ્તોને પરત મોકલવામાં આવી છે. આ બેઠકમાં શહેરના વિકાસને લગતા અંદાજે 30 કરોડ રૂપિયાના કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 10 કરોડ રૂપિયાના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે.

30 કરોડના વિકાસકામો સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસકાર્યોને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. કુલ 30 કરોડ રૂપિયાના વિકાસકામોની દરખાસ્તો બેઠકમાં ચર્ચા માટે મુકવામાં આવી હતી. ચર્ચા બાદ તેમાંથી 10 કરોડ રૂપિયાના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

2 દરખાસ્તો નામંજૂર, 8 પરત

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 24 દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાંથી 2 દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી છે, જ્યારે 8 દરખાસ્તોને જરૂરી સુધારા કે વધુ વિગતો માટે પરત મોકલવામાં આવી છે. બાકીની દરખાસ્તો અંગે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

પેડક રોડ અને કાલાવડ રોડના જીમની દરખાસ્ત ફગાવાઈ

રાજકોટના પેડક રોડ અને કાલાવડ રોડ પર આવેલા જીમના સંચાલનને લગતી દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી હતી. જોકે, કમિટી દ્વારા આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે.

હાઉસકીપિંગની દરખાસ્ત પણ નામંજૂર

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના હાઉસકીપિંગ કામને લગતી દરખાસ્ત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હાઉસકીપિંગ માટેની દરખાસ્તને પણ નામંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લાયન્સ સફારી પાર્ક માટે વધુ જમીન ઉપલબ્ધ

બેઠકમાં લાયન્સ સફારી પાર્કને લગતી જમીનની બાબત પણ સામે આવી હતી. અગાઉ 20 હજાર ચોરસ મીટર જમીન સામેની જોગવાઈ હતી, જ્યારે સ્થળ પર હવે 30 હજાર ચોરસ મીટર જમીન ઉપલબ્ધ થઈ હોવાનું જણાવાયું છે. આ વધારાની જમીન ઉપલબ્ધ થવાથી સફારી પાર્કની કામગીરી અને આયોજનને લઈને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Vadodara: NH-48 પર જંબુવા બ્રિજ નજીક અજાણ્યા વ્યક્તિનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો, ચકચાર

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.