Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં ડિમોલિશન એક્શન! 70 ઝૂંપડાંને ખાલી કરવાની નોટિસ, રહેવાસીઓમાં રોષ

રાજકોટમાં ફરી એકવાર ડિમોલિશનની કાર્યવાહી ચર્ચાનું કેન્દ્ર બની છે. અમીન માર્ગ વિસ્તારમાં આવેલી કરોડોની સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા રાજકોટ મહાનગરપાલિકાએ 70 જેટલા ઝૂંપડાં ખાલી કરવાની નોટિસ આપી છે. છેલ્લા 50 વર્ષથી અહીં વસવાટ કરતા પરિવારો અચાનક મળેલી નોટિસથી ચિંતિત બન્યા છે. ચોમાસું નજીક હોવાના કારણે અસરગ્રસ્તોએ તંત્ર સમક્ષ કાર્યવાહી મુલતવી રાખવા અથવા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jun 2026 03:10 PM IST
રાજકોટમાં ડિમોલિશન એક્શન! 70 ઝૂંપડાંને ખાલી કરવાની નોટિસ, રહેવાસીઓમાં રોષરાજકોટમાં ડિમોલિશન એક્શન! 70 ઝૂંપડાંને ખાલી કરવાની નોટિસ, રહેવાસીઓમાં રોષ

રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશન કાર્યવાહી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમીન માર્ગ વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતી સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાના વિજીલન્સ વિભાગની હાજરીમાં સરકારી પ્લોટનું સીમાંકન પૂર્ણ કરવામાં આવ્યું છે. વેસ્ટ ઝોનના હિંગળાજનગર વિસ્તારમાં લાંબા સમયથી ઉભેલા આશરે 70 જેટલા ઝૂંપડાં ખાલી કરવા માટે રહેવાસીઓને 15 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે.

બીજી તરફ સ્થાનિક લોકોનો દાવો છે કે તેઓ છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. અચાનક મળેલી નોટિસને કારણે ગરીબ પરિવારોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

ચોમાસું નજીક હોવાથી રહેવાસીઓએ માંગ કરી છે કે તંત્ર ડિમોલિશનની કાર્યવાહી ચોમાસા બાદ કરે અથવા અસરગ્રસ્ત પરિવારો માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.