Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં પાણી વિતરણ મુદ્દે મેયરનો કડક સંદેશ: “લોકોને મુશ્કેલી ન પડે”

રાજકોટમાં પાણી વિતરણની સમસ્યાઓને લઈને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. મેયર નેહલ શુક્લની અધ્યક્ષતામાં ત્રણે ઝોનમાં યોજાયેલી બેઠકોમાં નાગરિકોની ફરિયાદો પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને તાત્કાલિક નિરાકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 Jun 2026 01:56 PM IST
રાજકોટમાં પાણી વિતરણ મુદ્દે મેયરનો કડક સંદેશ: “લોકોને મુશ્કેલી ન પડે”રાજકોટમાં પાણી વિતરણ મુદ્દે મેયરનો કડક સંદેશ: “લોકોને મુશ્કેલી ન પડે”

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના મેયર નેહલ શુક્લે જણાવ્યું છે કે પાણી માણસની મૂળભૂત જરૂરિયાત છે અને તેના વિતરણમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થવી જોઈએ નહીં.

શહેરમાં પાણી વિતરણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ત્રણે ઝોનમાં અલગ-અલગ બેઠકઓ યોજાઈ હતી. આ બેઠકોમાં વિસ્તારના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોની ફરિયાદો રજૂ કરવામાં આવી હતી.

મેયર અનુસાર, કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ટ્રાન્સફર થવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ આ સમયગાળામાં નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.

શહેરમાં ફરિયાદોની સંખ્યા ઘટાડવા અને પાણી વિતરણ વધુ સુચારુ બનાવવા માટે તંત્ર દ્વારા સતત કામગીરી હાથ ધરાઈ રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.