
Nadiad Garfod : ખેડા જિલ્લાના નડિયાદ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં નડિયાદ ટાઉન પોલીસને મોટી સફળતા મળી છે.

Nadiad : ડૉ. એન. ડી. દેસાઈ હોસ્પિટલના ENT વિભાગ દ્વારા 16 વર્ષના કિશોરમાં જમણી બાજુની ઇન્ફિરિયર પેરાથાઇરોઇડ ગ્રંથિના એડેનોમાનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે.

Nadiad : નડિયાદ મહાનગરપાલિકાના બજેટ અંગે ફેલાતા ભ્રામક પ્રચાર વચ્ચે મનપાના નાણાકીય આયોજન અને આવક-ખર્ચના આંકડા સામે આવ્યા છે.

Nadiyad : નડિયાદના ચોકસી બજારમાં દુકાન પાસે બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે વિવાદ ઉગ્ર બન્યો હતો. બાઈક સાઈડમાં મૂકવાનું કહેતાં બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારીની ઘટના બની હતી.

Kheda News : ખેડા જિલ્લાના નડિયાદમાં સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ‘સેવાના રંગ રાષ્ટ્રને સંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kheda News : નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kheda News : ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી આશરે ત્રણ કિલો સોનાની લૂંટના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે.

Nadiyad : ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પર ફિલ્મી ઢબે કરોડો રૂપિયાના સોનાની લૂંટની ઘટના સામે આવી છે. કોલકાતાથી અમદાવાદ સોનું લઈને આવી રહેલા એક કર્મચારીને ચાર શખ્સોએ નિશાન બનાવી

Kheda News : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ગુતાલ ગામમાં દારૂ અંગે પોલીસને બાતમી આપવાની અદાવતમાં બે જૂથો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે.

Nadiad Water Tank Demolition: નડિયાદ શહેરના સિવિલ રોડ પર આવેલી વર્ષ 1991માં નિર્માણ પામેલી વિશાળ પાણીની ટાંકી આખરે ઉતારી પાડવામાં આવી છે. અંદાજે 35 વર્ષ જૂની અને 11.2 લાખ લિટરની...

Kheda : ખેડા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. નડિયાદ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નડિયાદ સહિત અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Nadiad News: નડિયાદ મહાનગરપાલિકાના નવનિર્મિત બિલ્ડિંગના નવીનીકરણને હજુ થોડાક જ મહિનાઓનો સમય વીત્યો છે. ત્યાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તંત્રની ઘોર બેદરકારી અને નબળી કામગીરી સપાટી પર આવી ગઈ છે. મહાનગરપાલિકાના બીજા માળ પર તૈયાર કરાયેલા કોમ્યુનિટી હોલમાં વરસાદી પાણીનો મોટો ધોધ વહેતો થયો હતો. આ ઘટનાને પગલે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

નડિયાદમાં કાંસ સફાઈ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની બેદરકારી સામે આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. કાંસમાંથી કાઢવામાં આવેલી ગંદકી લઈ જતાં ડમ્પરમાંથી રસ્તા પર ગંદા પાણીના ફુવારા ઉછળતા જોવા મળ્યા હતા, જેના કારણે અનેક વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખેડા જિલ્લામાં પ્રોહીબીશન અમલ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નડિયાદ ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 41 કેસોમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂના વિશાળ જથ્થાનો આજે બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો. કુલ 30,234 બોટલોનો નાશ કરી અંદાજિત ₹90 લાખના દારૂના જથ્થાને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પોલીસ અધિકારીઓ અને મામલતદારની ઉપસ્થિતિમાં કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી હતી.

Nadiad News: નડિયાદ શહેરના મધ્યમાંથી પસાર થતાં વરસાદી પાણીના નિકાલનો મુખ્ય કાંસની સફાઈ અને રિનોવેશનની કામગીરી છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે. હાર્દસમા સ્ટેશન રોડ પર સરદારની પ્રતિમા વિસ્તારમાં સરાદર ભુવનની દુકાનો ઉતાર્યા બાદ છેલ્લા લાંબા સમયથી કાંસની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.