ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મહેમદાવાદમાં 204 મીમી વરસાદ; નડિયાદમાં જળબંબાકાર સ્થિતિ

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નડિયાદ સહિત અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
Growth Now News
Growth Now News
ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મહેમદાવાદમાં 204 મીમી વરસાદ; નડિયાદમાં જળબંબાકાર સ્થિતિખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મહેમદાવાદમાં 204 મીમી વરસાદ; નડિયાદમાં જળબંબાકાર સ્થિતિ

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નડિયાદ સહિત અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

નડિયાદ શહેરના મહાગુજરાત સર્કલ, પારસ સર્કલ, મરીડા ભાગોળ, મંજીપુરા ચોકડી અને બિલોદરા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર અસર પડી છે. અનેક માર્ગો પર પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ખેડા જિલ્લા ચીફ ફાયર ઓફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમણે નાગરિકોને સાવચેત રહેવા તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં ફાયર બ્રિગેડનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે.

સવારેથી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદના સત્તાવાર આંકડા મુજબ મહેમદાવાદમાં સૌથી વધુ 204 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારબાદ માતરમાં 140 મીમી, ખેડામાં 118 મીમી, વસોમાં 117 મીમી અને નડિયાદમાં 101 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.