Get News Alerts

Never miss breaking news updates.

Kheda News : નડિયાદમાં 500થી વધુ લોકોએ બનાવી ‘વિકસિત ભારત 2047’ની વિશાળ માનવ રંગોળી

Kheda News : ખેડા જિલ્લાના નડિયાદમાં સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ‘સેવાના રંગ રાષ્ટ્રને સંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Oct 2026 03:29 PM IST
Kheda News : નડિયાદમાં 500થી વધુ લોકોએ બનાવી ‘વિકસિત ભારત 2047’ની વિશાળ માનવ રંગોળીKheda News : નડિયાદમાં 500થી વધુ લોકોએ બનાવી ‘વિકસિત ભારત 2047’ની વિશાળ માનવ રંગોળી

Grand Human Rangoli Marks Seva Sankalp Abhiyan 2026

Kheda News : 9 ઓક્ટોબર, 2026ના રોજ નડિયાદના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, એસ.આર.પી. જવાનો અને લોકરક્ષક તાલીમાર્થીઓએ મળીને ‘વિકસિત ભારત 2047’ની વિશાળ માનવ રંગોળી તૈયાર કરી હતી. આ કાર્યક્રમમાં 500થી વધુ લોકોએ ભાગ લઈને રાષ્ટ્રનિર્માણ અને દેશના ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપ્યો હતો.

સમર્પણ અને રાષ્ટ્રનિર્માણનો અનોખો સંગમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 સુધી વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નડિયાદમાં યોજાયેલો માનવ રંગોળીનો કાર્યક્રમ પણ આ જ અભિયાનનો એક ભાગ હતો. સાંસદ દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નડિયાદની જવાહર વિદ્યા મંદિર અને નગરપાલિકા શાળા નંબર 21ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તેમની સાથે એસ.આર.પી. જવાનો અને ખેડા જિલ્લાના લોકરક્ષક તાલીમાર્થીઓ પણ જોડાયા હતા. તમામે સાથે મળીને ‘વિકસિત ભારત 2047’ની થીમ પર માનવ રંગોળી તૈયાર કરી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી.

દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં માનવ રંગોળીનું આયોજન

આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રસેવામાં 25 વર્ષ પૂર્ણ થયાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્ય અને દેશનો વિકાસ સતત આગળ વધ્યો છે. માર્ગો, શિક્ષણ, આરોગ્ય સહિતની માળખાકીય સુવિધાઓના વિકાસથી લોકોને લાભ મળી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સૌ નાગરિકો વર્ષ 2047માં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થતું નિહાળશે.

કાર્યક્રમમાં એસ.આર.પી. ગ્રુપ-7ના સેનાપતિ પરાગભાઈ વ્યાસ, ડીવાયએસપી પ્રકાશભાઈ લટ્ટા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રણજીતસિંહ ડાભી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ માનવ રંગોળી દ્વારા વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળના તાલીમાર્થીઓએ એકતા, સેવા, સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો હતો. ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને કેન્દ્રમાં રાખીને યોજાયેલો આ કાર્યક્રમ નડિયાદમાં દેશના ભવિષ્ય પ્રત્યેની આશા અને સામૂહિક ભાગીદારીનું પ્રતીક બન્યો હતો.

આ પણ વાંચો : Surat Crime News : સુરતના વરાછામાં પતિએ પત્નીની કરી હત્યા, આરોપી પતિની પોલીસે કરી ધરપકડ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે