ખેડા જિલ્લામાં મોટી કાર્યવાહી: 30,234 વિદેશી દારૂની બોટલોનો બુલડોઝરથી નાશ, ₹90 લાખનો જથ્થો કર્યો નષ્ટ



ખેડા જિલ્લામાં મોટી કાર્યવાહી: 30,234 વિદેશી દારૂની બોટલોનો બુલડોઝરથી નાશ, ₹90 લાખનો જથ્થો કર્યો નષ્ટ



ખેડા ખેડા જિલ્લામાં પ્રોહીબીશન ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં જપ્ત કરાયેલ વિદેશી દારૂના વિશાળ જથ્થાનો આજે બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
નડિયાદ ડિવિઝન હેઠળ આવતા નડિયાદ ટાઉન, નડિયાદ રૂરલ, વડતાલ અને મહુધા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 41 પ્રોહીબીશન કેસોમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન કુલ 30,234 વિદેશી દારૂની બોટલોને બુલડોઝરથી નષ્ટ કરવામાં આવી હતી. અંદાજિત બજાર કિંમત મુજબ આ દારૂનો જથ્થો લગભગ ₹90 લાખ જેટલો થતો હોવાનું જાણવા મળ્યું છે.
ખેડા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ડીવાયએસપી, ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ, મામલતદાર અધિકારી તેમજ પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે અને કડક સુરક્ષા વચ્ચે પૂર્ણ કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ, પ્રોહીબીશન ગુનાઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે જપ્ત કરાયેલ દારૂનો નાશ કરવામાં આવશે.




