Get News Alerts

Never miss breaking news updates.

Kheda News : ખેડાના ગુતાલ ગામમાં દારૂની બાતમી આપવાની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, વીડિયો વાયરલ થતા પોલીસ થઈ દોડતી

Kheda News : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ગુતાલ ગામમાં દારૂ અંગે પોલીસને બાતમી આપવાની અદાવતમાં બે જૂથો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 02 Oct 2026 03:39 PM IST
Kheda News : ખેડાના ગુતાલ ગામમાં દારૂની બાતમી આપવાની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, વીડિયો વાયરલ થતા પોલીસ થઈ દોડતીKheda News : ખેડાના ગુતાલ ગામમાં દારૂની બાતમી આપવાની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, વીડિયો વાયરલ થતા પોલીસ થઈ દોડતી

Kheda News

Kheda News : બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે પથ્થરમારો થયો હોવાની માહિતી મળી છે. આ દરમિયાન કેટલાક લોકો હાથમાં મોટા લાકડાના દંડા લઈને સામસામે આવી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિસ્તારમાં ચર્ચા જાગી છે.

ગુતાલ ગામમાં દારૂના મામલે પોલીસને બાતમી કોણે આપી હતી તે મુદ્દે બે પક્ષો વચ્ચે અણબનાવ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, બાતમી આપવાની અદાવતને લઈને બંને પક્ષના લોકો વચ્ચે રોષ હતો. આ જ મુદ્દે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પોલીસ તપાસમાં જોતરાઈ

જોતજોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને તરફના લોકો એકબીજાની સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાસ્થળે કેટલાક લોકો હાથમાં મોટા લાકડાના દંડા લઈને ઊભેલા પણ જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાને કારણે ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.ગુતાલ ગામમાં થયેલા આ ઘર્ષણનો વીડિયો કોઈ વ્યક્તિ દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં બંને જૂથો વચ્ચે થયેલી અફરાતફરી અને પથ્થરમારાનાં દૃશ્યો જોવા મળતા હોવાની માહિતી સામે આવી છે. જોકે, વીડિયોની સંપૂર્ણ હકીકત અને ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.

હાલ સ્થિતિ કાબુમાં છે

ઘટનાની જાણ થતાં વડતાલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે પરિસ્થિતિ અંગે માહિતી મેળવીને બંને પક્ષો સામે જરૂરી કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. હાલ બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બાતમી આપવાની અદાવત ખરેખર ઘર્ષણનું કારણ બની હતી કે કેમ, ઘટનામાં કોણ કોણ સામેલ હતું અને પથ્થરમારામાં કોઈને ઈજા પહોંચી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ તપાસના વિષય છે. ગામમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચિંતા ઊભી કરી છે. હવે વડતાલ પોલીસ બંને પક્ષોની રજૂઆત અને વાયરલ વીડિયોના આધારે સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવશે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ જવાબદારો સામેની કાર્યવાહી અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Amreli News : અમરેલીમાં હાહાકાર મચાવનારી સિંહણ પાંજરે પુરાઈ, આજે સવારે 4 સ્થાનિક પર કર્યો હતો હુમલો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે