Get News Alerts

Never miss breaking news updates.

Kheda News : નડિયાદમાં ‘નશામુક્ત ભારત’ અભિયાનને વેગ, 250 વિદ્યાર્થીઓએ લીધા શપથ

Kheda News : નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 01:01 PM IST
Kheda News : નડિયાદમાં ‘નશામુક્ત ભારત’ અભિયાનને વેગ, 250 વિદ્યાર્થીઓએ લીધા શપથKheda News : નડિયાદમાં ‘નશામુક્ત ભારત’ અભિયાનને વેગ, 250 વિદ્યાર્થીઓએ લીધા શપથ

Kheda Nasha Mukt Bharat Oath

Kheda News : યુવાનોમાં નશાના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવા તેમજ નશામુક્ત અને જવાબદાર સમાજના નિર્માણ માટે આ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ રેન્જ આઈજીપી રાઘવેન્દ્ર વત્સ તથા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખા, ખેડા-નડિયાદ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ આ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોના સેવનથી વ્યક્તિના શારીરિક, માનસિક અને સામાજિક જીવન પર થતી અસરો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યુવાનોને નશાથી દૂર રહેવા તેમજ પોતાના પરિવાર અને સમાજમાં પણ નશા સામે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ

ડ્રગ્સની લત યુવાનોના ભવિષ્ય પર ગંભીર અસર કરી શકે છે ત્યારે શિક્ષણ સંસ્થાઓમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું મહત્વ વધી જાય છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નશાની લતથી દૂર રહીને શિક્ષણ, કારકિર્દી અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ના સંકલ્પને સમર્થન આપ્યું હતું.

પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે સીધો સંવાદ થવાથી નશાની સમસ્યા અંગે યુવાનોના પ્રશ્નો અને વિચારોને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નશામુક્ત ગુજરાતના નિર્માણ માટે આશરે 250 વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને કોલેજના સ્ટાફ દ્વારા શપથ લેવામાં આવ્યો હતો. તમામે નશાથી દૂર રહેવા તથા સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.

‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ના સંકલ્પને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ

ખેડા-નડિયાદ પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર નશાના દુષ્પ્રભાવ અંગે માહિતી આપવાનો નહીં, પરંતુ યુવાનોને નશામુક્ત, જવાબદાર અને સશક્ત સમાજના નિર્માણમાં ભાગીદાર બનાવવાનો હતો. નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શાળા-કોલેજોમાં આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવાનો સુધી સીધો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે. નડિયાદમાં યોજાયેલો આ કાર્યક્રમ પણ યુવાનોમાં નશા સામે જાગૃતિ વધારવા અને ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ના સંકલ્પને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો છે.

આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે