
Amreli News: 50,000 મણ કરતાં વધુ મગફળીની આવક થતાં સમગ્ર યાર્ડ મગફળીથી છલોછલ ભરાઈ ગયું છે. ભારે આવકના કારણે નવા વાહનોમાંથી મગફળી ઉતારવા માટે પણ જગ્યા રહી નથી.

Aravalli News: અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 62 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ માલપુર અને શામળાજી તાલુકામાં માત્ર 12થી 13 ઈંચ વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

Surat News: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે તાપી-કરજણ લિંક યોજનાની પાણીની પાઈપલાઈન તૂટી જતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Surat: દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગોડધા વિયરનું સમારકામ સિંચાઈ વિભાગ દ્વારા માત્ર 20 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસીયા ગામમાં કપાસના પાકની સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેતરોમાં કપાસના છોડ સુકાઈ રહ્યા છે.

Sabarkantha : સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. મગફળીની ખરીદી માટે ખેડૂતોની સાથે વેપારીઓ પણ મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે.

Amreli : જાફરાબાદમાં ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બારમણ એસ.એસ. હેઠળ આવતા 8 ગામોના ખેડૂતો અને સરપંચોએ PGVCL સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થતાં સમગ્ર યાર્ડ મગફળીના ઢગલાથી છલોછલ ભરાઈ ગયું છે. મગફળીની આવકમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે યાર્ડમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે સાપુતારા અને નવાગામ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સાપુતારા નવાગામ ખાતે યોજાયેલા આંગણવાડી ઉત્સવમાં ભાગ લીધો હતો.

Cabinet Meeting Decision : કેન્દ્ર સરકારે રવિ માર્કેટિંગ સિઝન 2027-28 માટે ઘઉં સહિત 6 મુખ્ય રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSPમાં વધારો કરવાની મંજૂરી આપી છે.

Rajkot : ખેડૂતોએ 66 KV વીજ લાઈનના રિપેરિંગ મુદ્દે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે, જેતપુર-મેવાસા વીજ લાઈનનો કંડકટર તૂટી જતા GETCOના કર્મચારીઓ રિપેરિંગ માટે પહોંચ્યા હતા.

Gujarat : ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. 2441/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. 2461/- પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરાયા છે.

Dahod : જિલ્લામાં છ જેટલા મહત્વના વિકાસ પ્રોજેક્ટોના કારણે ખેતીની જમીન, મકાનો, કુવા સહિતની મિલકતો અસરગ્રસ્ત થતી હોવાનો આક્ષેપ કરી 82 જેટલા ગામોના ખેડૂતો મીરાખેડી ખાતે એકત્ર થયા હતા.

Rajkot : ગ્રામ્ય પોલીસે પકડેલા બોગસ કોલ સેન્ટર અને લોન કૌભાંડના મામલે હવે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કૌભાંડનો ભોગ બનેલા વધુ 15 જેટલા ખેડૂતો પોલીસ સમક્ષ પહોંચ્યા.

Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વરસાદની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જોડિયા તાલુકાના વાવડી ગામ સહિત આસપાસના ખેડૂતો એકત્રિત થઈ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Gujarat Land Revenue Amendment Bill 2026: ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓના હિતમાં મહત્વપૂર્ણ જોગવાઈ ધરાવતું ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026’ ગુજરાત વિધાનસભામાં વિના વિરોધે પસાર કરવામાં...