Get News Alerts

Never miss breaking news updates.

Amreli : જાફરાબાદમાં PGVCL સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 8 ગામોના ખેડૂતો કચેરીએ પહોંચ્યા

Amreli : જાફરાબાદમાં ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બારમણ એસ.એસ. હેઠળ આવતા 8 ગામોના ખેડૂતો અને સરપંચોએ PGVCL સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 09:46 PM IST
Amreli : જાફરાબાદમાં PGVCL સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 8 ગામોના ખેડૂતો કચેરીએ પહોંચ્યાAmreli : જાફરાબાદમાં PGVCL સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 8 ગામોના ખેડૂતો કચેરીએ પહોંચ્યા

Amreli

Amreli : જાફરાબાદમાં ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બારમણ એસ.એસ. હેઠળ આવતા 8 ગામોના ખેડૂતો અને સરપંચોએ PGVCL સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 8 દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં ખેડૂતો PGVCL કચેરી ખાતે પહોંચ્યા

મોટા બારમણ, નાના બારમણ સહિતના 8 ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો PGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ખેતીવાડી વીજ પુરવઠો નિયમિત મળતો નથી. વારંવાર વીજળી ટ્રિપ થવાને કારણે ખેતરોમાં સિંચાઈનું કામ પ્રભાવિત થઈ રહ્યું છે અને ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં છે. વીજ પુરવઠાની સમસ્યા દૂર કરવા માટે પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી ખેડૂતોની મુખ્ય માગ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સ્ટાફની અછત અને ટેકનિકલ સમસ્યાઓના કારણે વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે.

વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જરૂરી

જેના કારણે ખેતીના કામકાજ પર સીધી અસર પડી રહી છે. વિરોધ દરમિયાન ખેડૂતોએ PGVCL કચેરી ખાતે રામધૂન બોલાવી હતી અને 'PGVCL હાય-હાય'ના નારા લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો અને સરપંચોએ વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી અને વહેલી તકે વીજ પુરવઠો નિયમિત કરવાની માગ કરી હતી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ નહીં આવે અને પૂરતો સ્ટાફ ફાળવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલમાં ખેડૂતોના વિરોધ બાદ PGVCL તંત્ર દ્વારા વીજ પુરવઠાની સમસ્યા અને સ્ટાફની જરૂરિયાત અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતીના પાકને નુકસાન થાય તે પહેલાં વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જરૂરી છે.

આ પણ વાંચો : અમદાવાદ ઝોન-5 પોલીસની સરાહનીય કામગીરી, ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ₹1.80 કરોડનો મુદ્દામાલ પરત કર્યો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.