Cabinet Meeting Decision : રવિ સિઝન માટે 6 પાકના MSPમાં વધારો, ઘઉં સહિતના આ પાકમાં ખેડૂતોને મળશે વધુ ભાવ


Cabinet Meeting Decision
Cabinet Meeting Decision : રવિ સિઝન માટે 6 પાકના MSPમાં વધારો, ઘઉં સહિતના આ પાકમાં ખેડૂતોને મળશે વધુ ભાવ


Cabinet Meeting Decision
Cabinet Meeting Decision : કેન્દ્ર સરકારે રવિ માર્કેટિંગ સિઝન 2027-28 માટે ઘઉં સહિત 6 મુખ્ય રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSPમાં વધારો કરવાની મંજૂરી આપી હોવાની માહિતી સામે આવી છે. સરકારના જણાવ્યા મુજબ, ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય અને લાભદાયી ભાવ મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 6 પાકોમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રેપસીડ-સરસવ અને કુસુમનો સમાવેશ થાય છે.
વિવિધ પાકની MSPમાં વધારો કરવામાં આવ્યો
આ માહિતી મુજબ સૌથી વધુ વધારો કુસુમના MSPમાં કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ ક્વિન્ટલ 675 રૂપિયાનો વધારો કરાયો છે. મસૂરના MSPમાં 390 રૂપિયા, જવમાં 136 રૂપિયા, ચણામાં 83 રૂપિયા અને ઘઉંના MSPમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રેપસીડ-સરસવ માટે પણ MSPમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર MSPમાં વધારો 2018-19ના કેન્દ્રીય બજેટમાં નક્કી કરાયેલા સિદ્ધાંતને અનુરૂપ છે. આ અંતર્ગત ખેડૂતોને પાકના સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 1.5 ગણો MSP આપવાનો હેતુ રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખેડૂતોને દાળ અને તેલીબિયાં જેવા પાકોની ખેતી તરફ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
2014-15થી 2025-26 દરમિયાન લગભગ 3,715 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી
સરકાર છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ઘઉં અને ચોખા ઉપરાંત દાળ તથા તેલીબિયાં જેવા પાકોની ખેતી વધારવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. MSPમાં આ પાકો માટે કરાયેલા વધારાને પણ પાક વૈવિધ્યકરણ સાથે જોડવામાં આવી રહ્યો છે. સરકારી આંકડા મુજબ, 2014-15થી 2025-26 દરમિયાન લગભગ 3,715 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે 2004-05થી 2013-14 દરમિયાન આ ખરીદી લગભગ 2,254 લાખ મેટ્રિક ટન હતી. આ સમયગાળા દરમિયાન ઘઉંના ખેડૂતોને MSP હેઠળ ચૂકવવામાં આવેલી રકમમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો : Delhiમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું 'ધાર્મિક ભાવનાઓ અને સ્વાસ્થ્ય વચ્ચે રાખો સંતુલન'




