Get News Alerts

Never miss breaking news updates.

Rajkot Farmer Protest : વીરપુર પંથકના ખેડૂતોનો 66 KV વીજ લાઈનના રિપેરિંગ મુદ્દે વિરોધ, GETCO વિરૂદ્ધ લગાવ્યા નારા

Rajkot : ખેડૂતોએ 66 KV વીજ લાઈનના રિપેરિંગ મુદ્દે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે, જેતપુર-મેવાસા વીજ લાઈનનો કંડકટર તૂટી જતા GETCOના કર્મચારીઓ રિપેરિંગ માટે પહોંચ્યા હતા.
Kunjan ShuklaUpdated on: 29 Sep 2026 06:04 PM IST
Rajkot Farmer Protest : વીરપુર પંથકના ખેડૂતોનો 66 KV વીજ લાઈનના રિપેરિંગ મુદ્દે વિરોધ, GETCO વિરૂદ્ધ લગાવ્યા નારાRajkot Farmer Protest : વીરપુર પંથકના ખેડૂતોનો 66 KV વીજ લાઈનના રિપેરિંગ મુદ્દે વિરોધ, GETCO વિરૂદ્ધ લગાવ્યા નારા

Rajkot

Rajkot : રાજકોટ જિલ્લાના જેતપુરના પીઠડીયા અને વીરપુર પંથકના ખેડૂતોએ 66 KV વીજ લાઈનના રિપેરિંગ મુદ્દે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે, જેતપુર-મેવાસા વીજ લાઈનનો કંડકટર તૂટી જતા GETCOના કર્મચારીઓ રિપેરિંગ માટે પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોએ કામગીરી અટકાવી દીધી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે આશરે 60 વર્ષ જૂની લાઈન માટે આજ દિન સુધી યોગ્ય વળતર મળ્યું નથી, ખેડૂતો હવે ડુંગળી-રોટલો ખાઈને વિરોધ નોંધાવી રહ્યા છે.

ડુંગળી-રોટલો ખાઈને અનોખો વિરોધ નોંધાવ્યો

પીઠડીયા અને વીરપુર પંથકના ખેડૂતોનો 66 KV વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે, ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી જેતપુર-મેવાસા લાઈનનો કંડકટર તૂટી જતા GETCOના કર્મચારીઓ રિપેરિંગ માટે પહોંચ્યા હતા. જોકે, ખેડૂતોએ કામગીરી અટકાવી ખેતરમાં જ બેનર સાથે ધરણા શરૂ કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે ખાવા માટે પણ કંઈ વધ્યું નથી, જેના કારણે ડુંગળી-રોટલો ખાઈને અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની રજૂઆત છે કે લાઈન નાખવામાં આવી તેને આશરે 60 વર્ષ થયા છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં વળતરનો પ્રશ્ન ઉકેલાયો નથી. લાઈન નાખતી વખતે ખેડૂતોની મંજૂરી લેવામાં આવી નહોતી અને 60 વર્ષ જૂની લાઈનનું કોઈ વળતર મળ્યું નથી. ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં પ્રવેશ કરવામાં આવે છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રિપેરિંગ કામગીરી કરવા દેવામાં આવશે નહીં.

આજ દિન સુધી કોઈ રિન્યુઅલ કરાર કરવામાં આવ્યો નથી

ખેડૂતોનો વધુ આક્ષેપ છે કે 40 વર્ષ બાદ લાઈનનો રિન્યુઅલ કરાર કરવાનો હોય છે, પરંતુ આજ દિન સુધી કોઈ રિન્યુઅલ કરાર કરવામાં આવ્યો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ ચાર મીટર જેટલો વિસ્તાર હતો, જે હવે વધારીને 9 મીટર કરવામાં આવ્યો છે, પરંતુ નવી જમીન સંપાદન અંગેનું ગેઝેટ જાહેર કરવામાં આવ્યું નથી. ખેડૂતોનું કહેવું છે કે તાજેતરમાં કંડકટર તૂટીને ખેતરમાં પડતાં મોટર બળી જવા અને ટીસી બળી જવા સહિત પાકને પણ નુકસાન થયું છે. ખેતરમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા, ત્યારે કેબલ તૂટીને નીચે પડ્યો હતો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ખેડૂતોની માગ છે કે સમગ્ર નુકસાનીનો સર્વે કરવામાં આવે, યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને લાઈન તથા જમીન અંગે જરૂરી કરાર અને કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવે.

યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી રિપેરિંગ કામગીરી કરવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા

ખેડૂતોના વિરોધ વચ્ચે બીજી તરફ જેટકોના નાયબ ઈજનેર અધિકારીનું કહેવું છે કે જેતપુર-મેવાસા લાઈનનો કંડકટર તૂટી જતા માત્ર રિપેરિંગ કામગીરી કરવા માટે ટીમ સ્થળ પર પહોંચી હતી, ખેડૂતો દ્વારા 60 વર્ષ જૂની લાઈન અંગે જાહેરનામું આપવા અને વળતર ચૂકવવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને તેનો જવાબ આપી દેવામાં આવ્યો હોવાનો અધિકારીનો દાવો છે, કંડકટર તૂટવાથી ખેડૂતોને નુકસાન થયું હોય તો તેનો સર્વે કરવા GETCO તૈયાર હોવાનું પણ અધિકારીએ જણાવ્યું છે. કંડકટર તૂટવાથી ખેડૂતોને નુકસાન થયું હોય તો અમે સર્વે કરવા તૈયાર છીએ. ખેડૂતોના સહયોગથી સર્વે કરવામાં આવશે અને નુકસાન થયું હશે તો નિયમ મુજબ ચોક્કસ વળતર ચૂકવવામાં આવશે. ટાવર નાખવામાં આવ્યા ત્યારે વળતર ચૂકવાયું હતું કે નહીં તેની અમને હાલ કોઈ જાણકારી નથી. હાલ ખેડૂતો પોતાની માગણીઓ પર અડગ છે અને જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી રિપેરિંગ કામગીરી કરવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરી છે. હવે ખેડૂતોની માગ અને GETCOના દાવા વચ્ચે આ વિવાદનો ઉકેલ કેવી રીતે આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Surat : હીરાની ચોરીનો પર્દાફાશ, ₹6.93 લાખના હીરા ચોરનાર લેસર ઓપરેટર મુંબઈથી ઝડપાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.