Get News Alerts

Never miss breaking news updates.

Dahod : વિકાસના 6 પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, 82 ગામના ખેડૂતો મીરાખેડી ખાતે થયા એકઠા

Dahod : જિલ્લામાં છ જેટલા મહત્વના વિકાસ પ્રોજેક્ટોના કારણે ખેતીની જમીન, મકાનો, કુવા સહિતની મિલકતો અસરગ્રસ્ત થતી હોવાનો આક્ષેપ કરી 82 જેટલા ગામોના ખેડૂતો મીરાખેડી ખાતે એકત્ર થયા હતા.
Kunjan ShuklaUpdated on: 28 Sep 2026 05:34 PM IST
Dahod : વિકાસના 6 પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, 82 ગામના ખેડૂતો મીરાખેડી ખાતે થયા એકઠાDahod : વિકાસના 6 પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, 82 ગામના ખેડૂતો મીરાખેડી ખાતે થયા એકઠા

Dahod

Dahod : દાહોદ જિલ્લામાં મંજૂર થયેલા અને પ્રસ્તાવિત વિવિધ વિકાસ પ્રોજેક્ટોને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં છ જેટલા મહત્વના વિકાસ પ્રોજેક્ટોના કારણે ખેતીની જમીન, મકાનો, કુવા સહિતની મિલકતો અસરગ્રસ્ત થતી હોવાનો આક્ષેપ કરી 82 જેટલા ગામોના ખેડૂતો મીરાખેડી ખાતે એકત્ર થયા હતા. ખેડૂતોએ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવી સરકાર સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરી હતી.

ચાર લેન રોડ સહિતના પ્રોજેક્ટોને મંજૂરી

ખેડૂતોના જણાવ્યા મુજબ, જિલ્લામાં દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર રોડ, GIDC, ઠુઠીકંકાસીયા-દેહગામનો નવો 6 લેન રોડ, એરપોર્ટ, નવી રેલવે લાઈન તેમજ દાહોદથી ધાવડીયા સુધીના ચાર લેન રોડ સહિતના પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટો માટે ખેડૂતોની ખેતીલાયક જમીન સંપાદિત કરવામાં આવી રહી હોવાના કારણે ખેડૂતોમાં નારાજગી છે. મીરાખેડી ખાતે યોજાયેલા વિરોધમાં 82 જેટલા ગામોના ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વિકાસના નામે તેમની ખેતીલાયક જમીન, મકાનો, કુવા અને અન્ય મિલકતો પ્રોજેક્ટ હેઠળ આવી રહી છે. જેના કારણે તેમની આજીવિકા અને વર્ષોથી ચાલતી ખેતીની વ્યવસ્થા પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

પુનર્વસનની વ્યવસ્થા અંગે પણ સ્પષ્ટતા કરવાની માગ

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર રોડમાં 14 ગામો, એરપોર્ટ પ્રોજેક્ટમાં 4 ગામો અને GIDC માટે 2 ગામોની જમીન સહિત કુલ 82 જેટલા ગામો વિવિધ વિકાસ યોજનાઓથી પ્રભાવિત થવાની શક્યતા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વિકાસના નામે તેમની જમીન અને મિલકતો છીનવાઈ રહી છે અને તેના કારણે 'વિકાસના નામે વિનાશ' જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે જમીન સંપાદન અંગે યોગ્ય સર્વે, પારદર્શક પ્રક્રિયા અને અસરગ્રસ્ત પરિવારોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવાની માગ કરી છે. સાથે જ યોગ્ય વળતર અને પુનર્વસનની વ્યવસ્થા અંગે પણ સ્પષ્ટતા કરવાની માગ ઉઠી છે. દાહોદ જિલ્લામાં એકસાથે અનેક મોટા પ્રોજેક્ટો સામે ખેડૂતોના વિરોધને પગલે હવે સરકાર અને સંબંધિત તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Kutchનો લિસ્ટેડ બુટલેગર ઝડપાયો, માલધારીનો વેશ ધારણ કરી LCBએ જંગલમાંથી દબોચ્યો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.