Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Government ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી કરશે

Gujarat : ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. 2441/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. 2461/- પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરાયા છે.
Kunjan ShuklaUpdated on: 29 Sep 2026 05:27 PM IST
Gujarat Government ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી કરશેGujarat Government ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી કરશે

Gujarat

Gujarat : ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. 2441/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. 2461/- પ્રતિ ક્વિન્ટલ,મકાઈ માટે રૂ. 2410/- પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ.2900/- પ્રતિ ક્વિન્ટલ, (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ. 4023/- પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.4073/- પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિ). તથા રાગી માટે રૂ. 5205/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિ) નિયત કરવામાં આવ્યું છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.

જાણી લો નોંધણી પ્રક્રિયા

લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર- ૨૦૨૬ સુધી કરવામાં આવશે. જ્યારે આ ડાંગર, બાજરી, જુવાર મકાઈ તથા રાગીની ખરીદી 16 નવેમ્બર 2026થી 15 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. જેથી ટેકાના ભાવે પાક વેચાણ કરવા માંગતા તમામ ખેડૂતો મિત્રોએ ઓનલાઈન નોંધણી કરાવવા નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ જરૂરી ડોક્યુમેન્ટ્સ રાખજો તૈયાર

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, તાજેતરનો ગામ નમૂનો,7/12 ,8/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8/અ માં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તો તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત હોય આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવી જરૂરી છે.

SMS દ્વારા કરાશે જાણ

ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવાની રહેશે. નોંધણી અંગે વધુ વિગતો માટે હેલ્પ લાઇન નંબર:- 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ નિગમ દ્વારા વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો : Junagadh : મેંદરડામાં તંત્રની મોટી કાર્યવાહી, કોમર્શિયલ ઉપયોગ કરતા રિસોર્ટના 71 રૂમ સીલ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.