Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 20,000 ગુણીની આવક, યાર્ડ છલોછલ ભરાયું

Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થતાં સમગ્ર યાર્ડ મગફળીના ઢગલાથી છલોછલ ભરાઈ ગયું છે. મગફળીની આવકમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે યાર્ડમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.
Kunjan ShuklaUpdated on: 03 Oct 2026 05:04 PM IST
Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 20,000 ગુણીની આવક, યાર્ડ છલોછલ ભરાયુંBhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 20,000 ગુણીની આવક, યાર્ડ છલોછલ ભરાયું

Bhavnagar

Bhavnagar : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થતાં સમગ્ર યાર્ડ મગફળીના ઢગલાથી છલોછલ ભરાઈ ગયું છે. મગફળીની આવકમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે યાર્ડમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે અંદાજે 20,000 ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળીનો જથ્થો વેચાણ માટે યાર્ડમાં લઈને પહોંચ્યા હતા.

હરાજીમાં મગફળીના ભાવમાં પણ વિવિધતા જોવા મળી

યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા હતા. બમ્પર આવકને પગલે હરાજીની કામગીરી પણ તેજ બની હતી. ખેડૂતોને પોતાની જણસીના પોષણક્ષમ ભાવ મળે તે આશા સાથે હરાજીમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. બીજી તરફ, આજની હરાજીમાં મગફળીના ભાવમાં પણ વિવિધતા જોવા મળી હતી. ખાસ કરીને 66 નંબરની મગફળીનો ઉંચામાં ઉંચો ભાવ રૂપિયા 2101 બોલાયો હતો. જ્યારે અન્ય પ્રકારની મગફળીના ભાવ ગુણવત્તા અને પ્રકારના આધારે રૂપિયા 1100થી લઈને 1500 સુધી નોંધાયા હતા. ઉંચા ભાવ મળતાં કેટલાક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોની અવરજવર વધી

મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.પી.પાંચાણી મગફળીની આવક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલ યાર્ડમાં મગફળીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે અને આગામી દિવસોમાં પણ આવકમાં વધુ વધારો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, મગફળીની બમ્પર આવકને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોની અવરજવર વધી છે. આગામી દિવસોમાં આવક વધવાની શક્યતા વચ્ચે ખેડૂતો હવે મગફળીના બજારભાવ પર નજર રાખી રહ્યા છે. મગફળીના ભાવમાં ગુણવત્તા પ્રમાણે કેટલો ફેરફાર થાય છે અને ખેડૂતોને આગામી દિવસોમાં કેવા ભાવ મળે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : કચ્છના અંજારમાં મંદિરની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલાયો, ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ના 4 આરોપી ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.