Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

રાજ્યમંત્રી જયરામ ગામીત ડાંગના પ્રવાસે, સાપુતારામાં પ્રાકૃતિક ખેતી આધારિત વેચાણ કેન્દ્રનું કર્યું લોકાર્પણ

ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે સાપુતારા અને નવાગામ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સાપુતારા નવાગામ ખાતે યોજાયેલા આંગણવાડી ઉત્સવમાં ભાગ લીધો હતો.
Kunjan ShuklaUpdated on: 03 Oct 2026 04:15 PM IST
1 / 5
Gallery Image 1

સાથે જ સાપુતારા ખાતે પ્રાકૃતિક ખેતી આધારિત વસ્તુઓના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ કેન્દ્રના માધ્યમથી સ્થાનિક ખેડૂતો અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ઉત્પાદકોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે સુવિધા મળશે.

2 / 5
Gallery Image 2

મંત્રીના જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 30 જેટલા પ્રાકૃતિક ખેતી આધારિત વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. આ કેન્દ્રો દ્વારા ખેડૂતોને તેમની ખેતીમાંથી તૈયાર થતી વસ્તુઓ સીધી ગ્રાહકો સુધી પહોંચાડવાની તક મળશે. તેના પરિણામે ખેડૂતોને તેમના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય મળી રહે તે દિશામાં મદદ મળશે.

3 / 5
Gallery Image 3

આ પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે સાપુતારા ખાતે નિર્માણાધીન મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. તેમણે મ્યુઝિયમના સ્થળે ચાલી રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી. સાપુતારામાં પ્રવાસન અને સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓની દિશામાં આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

4 / 5
Gallery Image 4

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપેક્ષા મુજબ સરકારની વિવિધ યોજનાઓનો લાભ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના લોકો આત્મનિર્ભર બને અને તેમને રોજગારી તથા આવકની નવી તકો મળે તે સરકારની પ્રાથમિકતા છે.

5 / 5
Gallery Image 5

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની મહેનત અને ખેતી આધારિત ઉત્પાદનોનો યોગ્ય ભાવ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની સાથે ખેડૂતોનાં ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ રીતે ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી આધારિત વેચાણ કેન્દ્રોની શરૂઆત અને વિસ્તરણથી સ્થાનિક ખેડૂતોને સીધો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.