
Bardoli: એશિયાની અગ્રણી શેરડી પિલાણ કરતી સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતી બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો રાજકીય અને સહકારી ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષોથી સત્તામાં રહેલી સહકાર પેનલને પરાજય આપી કિસાન પરિવર્તન પેનલે તમામ 14 હરીફાઈવાળી બેઠકો પર વિજય મેળવી લીધો છે. એક બેઠક અગાઉથી બિનહરીફ થઈ હતી. પરિણામ બાદ બારડોલી સુગરમાં સત્તાનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

ભારતીય શેરબજારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સપ્તાહનો અંત મજબૂતી સાથે કર્યો છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને નબળા વૈશ્વિક સંકેતો છતાં કંપનીઓના સારા પ્રથમ ત્રિમાસિક પરિણામો અને કેન્દ્ર સરકારના મોટા ઉત્પાદન સંબંધિત નિર્ણયો બજાર માટે સકારાત્મક સાબિત થયા.

ફ વડોદરા શહેરમાં હજારો લીટર ચોખ્ખા પીવાના પાણીનો બગાડ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત કોઠી ચાર રસ્તા વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનના વાલ્વમાં અચાનક મોટું લીકેજ સર્જાતા ઊંચા ફુવારા સાથે પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું.

ભારતમાં માનસિક સ્વાસ્થ્ય એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા તરીકે સામે આવી રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના 2024ના આંકડા મુજબ મધ્ય પ્રદેશમાં વર્ષ દરમિયાન 15,491 લોકોએ આત્મહત્યા કરી હતી, જેનો અર્થ થાય છે કે સરેરાશ દરરોજ 42 લોકોએ પોતાનું જીવન સમાપ્ત કર્યું. નિષ્ણાતોના મતે આ માત્ર સામાજિક કે કાનૂની સમસ્યા નથી, પરંતુ વધતા માનસિક તણાવ અને ડિપ્રેશનનું ગંભીર પ્રતિબિંબ છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અમેરિકાએ ભારત સહિત 60 દેશો પર વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવે આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રમાં નવી ચર્ચા જગાવી છે.

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર.પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ 2026માં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. તેમણે વિશ્વના નંબર-1 ખેલાડી મેગ્નસ કાર્લસનને ક્લાસિકલ મુકાબલામાં હરાવીને ઇતિહાસ રચ્યો છે. આ ટૂર્નામેન્ટમાં કાર્લસન સામેની તેમની બીજી ક્લાસિકલ જીત છે.

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અમિત શાહના કર્ણાવતી મહાનગર આગમનને લઈને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ ખાતે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય અને ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું.

IPL 2026માં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે. એક જ સીઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારી તેણે ક્રિસ ગેઈલનો વર્ષો જૂનો મહા રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવની આ ધમાકેદાર ઇનિંગ્સ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તેને IPLનો નવો “સિક્સર કિંગ” કહેવામાં આવી રહ્યો છે.

કેનેડામાં ફરી એક વખત ગુજરાતીની હત્યા થતા ત્યા રહેતા ગુજરાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ગુજરાતમાં બોરસદની રહેવાસી 22 વર્ષની વિધી મેધાની ચાકૂ મારીને હત્યા કરવામાં આવી છે. આ મહિલા 4 વર્ષથી કેનેડામાં અભ્યાસ સાથે સાથે નોકરી કરતી હતી. 15 મેના દિવસે પોતાના ઘરની બહાર નીકળ્યા બાદ આ ઘટના બની હતી. આ વાતની જાણ થતા તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યુ છે.

મેટા દ્વારા રજૂ કરાયેલા નવા પ્લાન મુજબ Instagram Plus અને WhatsApp Plus નામે ખાસ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરવામાં આવશે. આ પ્લાનમાં યુઝર્સને વધારાના ફીચર્સ, એડ-ફ્રી અનુભવ અને એક્સક્લૂસિવ ટૂલ્સ મળશે તેવી ચર્ચા છે.

મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરતા બંદર અબ્બાસ પોર્ટ વિસ્તાર ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યો હતો. અમેરિકાએ આ કાર્યવાહીને રક્ષાત્મક પગલું ગણાવ્યું છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપતા વૈશ્વિક રાજકારણમાં ચિંતા વધી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. રાજકોટના 23મા મેયર તરીકે તેમની પસંદગી થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં જમીન અને પૈસાની તકરારના કારણે પૌત્ર દ્વારા પોતાના જ દાદાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે પૌત્રની કબૂલાત નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લામાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના મહત્વના પદોની પણ નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે શહેરના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની કડક સૂચના બાદ સમગ્ર સુરત જિલ્લામાં આરોગ્ય તંત્ર અને પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. જેના ભાગરૂપે કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. બી. ગોજીયા અને તેમની ટીમે મેડિકલ વિભાગના અધિકારીઓ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન હલધરુ રોડ અને ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં, જ્યાં પરપ્રાંતિય મજૂરોની વસવાટ વધારે છે, ત્યાં આવેલા અંદાજે 15 ક્લિનિક્સ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 5 ક્લિનિક સંપૂર્ણપણે બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શહેરની જાણીતી સ્વીટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ વેચતી કેટલીક પેઢીઓમાંથી મોટી માત્રામાં વાસી તેમજ એક્સપાયરી ડેટ વાળો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો.