અમિત શાહના અમદાવાદમાં આગમનથી રાજકીય ગરમાવો, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત



અમિત શાહના અમદાવાદમાં આગમનથી રાજકીય ગરમાવો, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત



અમદાવાદ :ગૃહમંત્રી અમિત શાહનું કર્ણાવતી આગમન દેશના લોકપ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકલાડિલા સાંસદ અમિત શાહના કર્ણાવતી મહાનગર આગમન નિમિત્તે એરપોર્ટ ખાતે ભવ્ય અને ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ
અમિત શાહના આગમનને લઈને ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી ગરમજોસીથી તેમનું સ્વાગત કર્યું હતું.

ભાજપના આગેવાનો રહ્યા હાજર
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, મેયર હિતેશભાઈ બારોટ, કર્ણાવતી મહાનગર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત મહાનગર પાલિકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકીય ચર્ચાઓ તેજ
અમિત શાહના કર્ણાવતી આગમન સાથે રાજ્યના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે. ભાજપ સંગઠન અને આગામી રાજકીય કાર્યક્રમોને લઈને મહત્વપૂર્ણ બેઠકો યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાર્યકરોમાં દેખાયો જુસ્સો
એરપોર્ટ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું.




