Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં પૌત્ર દ્વારા દાદાની હત્યા: જમીન અને ધિરાણ વિવાદમાં હત્યાનો ખુલાસો

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં જમીન અને પૈસાની તકરારના કારણે પૌત્ર દ્વારા પોતાના જ દાદાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે પૌત્રની કબૂલાત નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 04:01 PM IST
રાજકોટમાં પૌત્ર દ્વારા દાદાની હત્યા: જમીન અને ધિરાણ વિવાદમાં હત્યાનો ખુલાસોરાજકોટમાં પૌત્ર દ્વારા દાદાની હત્યા: જમીન અને ધિરાણ વિવાદમાં હત્યાનો ખુલાસો

રાજકોટ: રાજકોટ શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૌત્ર દ્વારા પોતાના જ દાદાની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.

સમગ્ર મામલે એસીપી આર. એસ. બારીઆએ નિવેદન આપતાં જણાવ્યું છે કે પૌત્ર મોહિત મિયાત્રાએ હત્યાની કબૂલાત કરી છે.

મૃતક અરજણ ભાઈ પાસે અંદાજે 7 વીઘા જેટલી જમીન હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, મોહિતે અરજણ ભાઈ પાસે પૈસાની માંગણી કરી હતી, ત્યારબાદ જમીન પર ધિરાણ લેવામાં આવ્યું હતું.

ધિરાણના પૈસા સમયસર ન ચૂકવી શકવાને લઈને બંને વચ્ચે તકરાર થઈ હતી. આ વિવાદ ઉગ્ર બનતાં મોહિત મિયાત્રાએ પોતાના જ દાદાની હત્યા કરી નાખી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.