કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યા, આણંદની 22 વર્ષની યુવતીનું ચાકૂ મારીને હત્યા કરી



કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યા, આણંદની 22 વર્ષની યુવતીનું ચાકૂ મારીને હત્યા કરી



કેનેડા : નાયગ્રામાં ગુજરાતી યુવતીની હત્યા કેનેડાના નાયગ્રા વિસ્તારમાં ગુજરાતની વધુ એક યુવતીની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષની વિધી કલ્પેશકુમાર મેઘાની ચાકૂ મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ચાર વર્ષથી કેનેડામાં રહેતી હતી યુવતી
મૃતક વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહેતી હતી. અભ્યાસ સાથે તે ત્યાં નોકરી પણ કરતી હતી અને પોતાના ભવિષ્ય માટે સતત મહેનત કરી રહી હતી.
PR માટે કરી રહી હતી તૈયારી
માહિતી મુજબ યુવતી કેનેડામાં પર્મનેન્ટ રેસિડન્સી (PR) મેળવવા માટે તૈયારી કરી રહી હતી. પરિવારના સપનાઓ સાકાર કરવા માટે તે વિદેશમાં સંઘર્ષ કરી રહી હતી.
15 મેએ ઘરેથી નીકળ્યા બાદ ઘટના
પરિવારજનોએ જણાવ્યું કે 15 મેના રોજ વિધી ઘરેથી બહાર ગઈ હતી, ત્યારબાદ આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
અમેરિકન બોર્ડર નજીક બની ઘટના
પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના અમેરિકન બોર્ડર નજીક બની હોવાનું જાણવા મળ્યું છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
પોલીસે તપાસ શરૂ કરી
સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
ગુજરાતમાં શોકની લાગણી
વિદેશમાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યાની ઘટનાએ ગુજરાતમાં ચિંતા અને શોકનું માહોલ ઉભું કર્યું છે. પરિવારજનો દીકરીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.




