Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: વાસી અને એક્સપાયરી ખાદ્ય જથ્થો જપ્ત કરીને નાશ કર્યો

શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શહેરની જાણીતી સ્વીટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ વેચતી કેટલીક પેઢીઓમાંથી મોટી માત્રામાં વાસી તેમજ એક્સપાયરી ડેટ વાળો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 02:22 PM IST
રાજકોટમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: વાસી અને એક્સપાયરી ખાદ્ય જથ્થો જપ્ત કરીને નાશ કર્યોરાજકોટમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: વાસી અને એક્સપાયરી ખાદ્ય જથ્થો જપ્ત કરીને નાશ કર્યો

રાજકોટ : રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શહેરની જાણીતી સ્વીટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ વેચતી કેટલીક પેઢીઓમાંથી મોટી માત્રામાં વાસી તેમજ એક્સપાયરી ડેટ વાળો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો.

કિડવાઈ નગર મેઇન રોડ, સદગુરુ પાર્ક પાસે આવેલી જૈન સ્વીટ નમકીન & સ્નેક પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ વિભાગને ફ્રીઝમાં રાખેલો વાસી ફરસાણ લોટ, પડતર સમોસા, વાસી સમોસાનો મસાલો તેમજ ગંદકીભરી જગ્યાએ રાખેલા કાપેલા પપૈયાં મળી આવ્યા હતા. કુલ 31 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળતાં તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ, સત્યસાંઇ રોડ પર આવેલી રાધે ડેરી & સ્વીટમાં કરવામાં આવેલી ચકાસણી દરમિયાન વેચાણ માટે ડિસ્પ્લે પર રાખેલ નાનખટાઈ, ટોસ્ટ, ખારીશિંગ, ભાખરી, ચકરી અને ખાખરા જેવા ફરસાણના પેકેટ્સ પર એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ પણ વેચાણ માટે રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સ્થળેથી પણ 32 કિલોગ્રામ અખાદ્ય જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ સુનિશ્ચિત કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે આજીડેમ અને માંડા ડુંગર વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 8 ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ સ્થળ પર ખાદ્યચીજોના કુલ 12 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અન્ય ખામીઓ બદલ પણ નોટિસ આપવામાં આવી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.