Get News Alerts

Never miss breaking news updates.

મેટાની મોટી જાહેરાત: હવે Instagram, WhatsApp અને Facebook માટે ચૂકવવા પડશે પૈસા!

મેટા દ્વારા રજૂ કરાયેલા નવા પ્લાન મુજબ Instagram Plus અને WhatsApp Plus નામે ખાસ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરવામાં આવશે. આ પ્લાનમાં યુઝર્સને વધારાના ફીચર્સ, એડ-ફ્રી અનુભવ અને એક્સક્લૂસિવ ટૂલ્સ મળશે તેવી ચર્ચા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 28 May 2026 11:34 AM IST
મેટાની મોટી જાહેરાત: હવે Instagram, WhatsApp અને Facebook માટે ચૂકવવા પડશે પૈસા!મેટાની મોટી જાહેરાત: હવે Instagram, WhatsApp અને Facebook માટે ચૂકવવા પડશે પૈસા!

AI Image

નવી દિલ્હી:   મેટાએ લોન્ચ કર્યા નવા Paid Subscription પ્લાન ટેક જગતમાં મોટી ચર્ચા જગાવતી જાહેરાત કરતા મેટાએ Instagram, WhatsApp અને Facebook માટે નવા પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યા છે. હવે કેટલાક પ્રીમિયમ ફીચર્સ માટે યુઝર્સને દર મહિને ચાર્જ ચૂકવવો પડશે.

WhatsApp અને Instagram માટે અલગ પ્રીમિયમ પ્લાન

મેટા દ્વારા રજૂ કરાયેલા નવા પ્લાન મુજબ Instagram Plus અને WhatsApp Plus નામે ખાસ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરવામાં આવશે. આ પ્લાનમાં યુઝર્સને વધારાના ફીચર્સ, એડ-ફ્રી અનુભવ અને એક્સક્લૂસિવ ટૂલ્સ મળશે તેવી ચર્ચા છે.

Instagram Plus માટે કેટલો ખર્ચ?

Instagram Plus પ્લાનની કિંમત $3.99 પ્રતિ મહિનો રાખવામાં આવી છે, જે ભારતીય કરન્સીમાં આશરે ₹387 જેટલી થાય છે. આ પ્લાનમાં ખાસ કસ્ટમાઇઝેશન, વધારાની પ્રાઇવસી સુવિધા અને પ્રીમિયમ એક્સેસ મળવાની શક્યતા છે.

WhatsApp Plus માટે પણ માસિક ચાર્જ

WhatsApp Plus માટે મેટાએ $2.99 પ્રતિ મહિનો એટલે કે આશરે ₹290નો ચાર્જ નક્કી કર્યો છે. આ પ્લાનમાં એડવાન્સ ચેટ ફીચર્સ, વધારાની ક્લાઉડ સુવિધા અને પ્રીમિયમ સપોર્ટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફ્રી યુઝર્સ માટે શું બદલાશે?

મેટાએ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય યુઝર્સ માટે એપ્સ સંપૂર્ણપણે બંધ નહીં થાય. મૂળભૂત સુવિધાઓ મફતમાં ચાલુ રહેશે, પરંતુ ખાસ અને અદ્યતન ફીચર્સ માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.

સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચા શરૂ

મેટાની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા યુઝર્સમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો પ્રીમિયમ ફીચર્સને લઈને ઉત્સાહિત છે, જ્યારે ઘણા યુઝર્સ માને છે કે સોશિયલ મીડિયા એપ્સ માટે માસિક ચાર્જ લેવો યોગ્ય નથી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.