Get News Alerts

Never miss breaking news updates.

નડિયાદ મહાનગરપાલિકા ના પ્રથમ મેયર પદે મનીષ પટેલ ની સર્વ સંમતિ એ નિમણૂક કરવામાં આવી

ખેડા જિલ્લામાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના મહત્વના પદોની પણ નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે શહેરના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 03:36 PM IST
નડિયાદ મહાનગરપાલિકા ના પ્રથમ મેયર પદે મનીષ પટેલ ની સર્વ સંમતિ એ નિમણૂક કરવામાં આવીનડિયાદ મહાનગરપાલિકા ના પ્રથમ મેયર પદે મનીષ પટેલ ની સર્વ સંમતિ એ નિમણૂક કરવામાં આવી

ખેડા : ખેડા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદે મનીષ પટેલની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે.

સાથે જ ડેપ્યુટી મેયર પદે કલ્પેશ રાવળની પસંદગી કરવામાં આવી છે, જ્યારે કારોબારી સમિતિના ચેરમેન તરીકે પરાગ બારોટની નિમણૂક કરવામાં આવી છે.

ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી તમામ પદોની નિમણૂક સર્વસંમતિથી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નડિયાદ મનપામાં ભાજપે 13 વોર્ડની 52 બેઠકોમાંથી 51 બેઠકો પર જીત મેળવી હતી.

પાર્ટી નેતા તરીકે મેઘના બેન શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે પુષ્પા બેન પરમારની પસંદગી કરવામાં આવી છે.

નડિયાદ મહાનગરપાલિકાના આ નવા પદાધિકારીઓની નિમણૂક બાદ શહેરના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.