
Surat: સુરત જિલ્લાના કીમ રેલવે ઓવરબ્રિજ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

Junagadh: વિશ્વપ્રસિદ્ધ ઉપરકોટ કિલ્લામાં સતત બીજા દિવસે દીપડાની અવરજવર જોવા મળતાં તંત્રની ચિંતા વધી છે.

Junagadh: જૂનાગઢ નજીક આવેલા લીલીયા ગામમાં 60 ફૂટ ઊંડા કૂવામાં સાપ પડી જતાં રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

રિક્ષા ચાલકો શાંતિપૂર્ણ રીતે હડતાળ ચલાવી રહ્યા હતા અને અન્ય રિક્ષા ચાલકોને પણ હડતાળમાં જોડાવા અપીલ કરી રહ્યા હતા. કેટલાક સ્થળોએ પેસેન્જરોને રિક્ષામાંથી ઉતારી અન્ય ચાલકોને હડતાળમાં જોડાવા કહેવામાં આવ્યું હતું. સાથે જ “હડતાળમાં જોડાઓ નહીં તો રોડ જામ થશે” જેવી ચેતવણીઓ આપવામાં આવી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

ગુજરાતની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરની માત્ર ૮ વર્ષની નિક્ષા નીલેશભાઈ બારોટે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે, જેના કારણે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવી રહ્યું છે. નિક્ષાએ હિમાલયમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ એવરેસ્ટ બેઝ કેમ્પ (EBC) સુધીનો ૧૭,૫૯૮ ફૂટ ઊંચાઈનો કપરો ટ્રેક માત્ર ૭ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

રાજકોટ શહેરમાં વધુ એક આંતરધર્મીય લગ્નનો મામલો ચર્ચામાં આવ્યો છે. ઓમનગર સર્કલ નજીક રહેતી 24 વર્ષીય યુવતી અને અન્ય ધર્મના યુવક વચ્ચે લગ્ન નોંધણીની પ્રક્રિયા શરૂ થતાં પરિવારજનો અને જ્ઞાતિ આગેવાનો હરકતમાં આવ્યા હતા. હાલ યુવતીને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે સમગ્ર મામલે VHP આગેવાનો પણ પરિવાર સાથે જોડાતા કેસ વધુ ચર્ચામાં આવ્યો છે.

સાવકા પિતા ઘરમાં માતા હાજર હોવા છતાં સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. આરોપીએ સમગ્ર મામલે કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

વડોદરા શહેરમાં કાલે રાત્રે જાંબુબેટની રામ પ્લાઝાની ગલીમાં એક કારમાં લોહીથીલથપત એક વ્યક્તિની લાશ મળી હતી. ઘણા સમયથી આ કાર પડી રહી હતી. ત્યારે આસપાસના વિસ્તારના લોકો શંકા જતા તેમને પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે કારની અંદરનો દરવાજો ખોલ્યુ તો ત્યા એક વ્યક્તિની લાશ મળી આવી હતી. આ વાતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થલ પર પહોંચી ગયા હતા. અને હત્યા કેમ કરવામાં આવી છે. તેની તપાસ હાલ ચાલુ છે.

રાજકોટમાં દિવ્યા ગોલ્ડ પોલિશિગ નામની દુકાનમાં કાલે રાત્રે અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહી. આગ લાગવાનું મુખ્ય કારણ ગેસનો બાટલો બ્લાસ્ટ થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અમિત શાહના કર્ણાવતી મહાનગર આગમનને લઈને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ ખાતે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય અને ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું.

IPL 2026માં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે. એક જ સીઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારી તેણે ક્રિસ ગેઈલનો વર્ષો જૂનો મહા રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવની આ ધમાકેદાર ઇનિંગ્સ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તેને IPLનો નવો “સિક્સર કિંગ” કહેવામાં આવી રહ્યો છે.

કેનેડામાં ફરી એક વખત ગુજરાતીની હત્યા થતા ત્યા રહેતા ગુજરાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ગુજરાતમાં બોરસદની રહેવાસી 22 વર્ષની વિધી મેધાની ચાકૂ મારીને હત્યા કરવામાં આવી છે. આ મહિલા 4 વર્ષથી કેનેડામાં અભ્યાસ સાથે સાથે નોકરી કરતી હતી. 15 મેના દિવસે પોતાના ઘરની બહાર નીકળ્યા બાદ આ ઘટના બની હતી. આ વાતની જાણ થતા તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યુ છે.

મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરતા બંદર અબ્બાસ પોર્ટ વિસ્તાર ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યો હતો. અમેરિકાએ આ કાર્યવાહીને રક્ષાત્મક પગલું ગણાવ્યું છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપતા વૈશ્વિક રાજકારણમાં ચિંતા વધી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. રાજકોટના 23મા મેયર તરીકે તેમની પસંદગી થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં જમીન અને પૈસાની તકરારના કારણે પૌત્ર દ્વારા પોતાના જ દાદાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે પૌત્રની કબૂલાત નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લામાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના મહત્વના પદોની પણ નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે શહેરના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.