Get News Alerts

Never miss breaking news updates.

૮ વર્ષની નિક્ષાએ સર કર્યો એવરેસ્ટ બેઝ કેમ્પ, ગુજરાતનું નામ કર્યું રોશન

ગુજરાતની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરની માત્ર ૮ વર્ષની નિક્ષા નીલેશભાઈ બારોટે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે, જેના કારણે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવી રહ્યું છે. નિક્ષાએ હિમાલયમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ એવરેસ્ટ બેઝ કેમ્પ (EBC) સુધીનો ૧૭,૫૯૮ ફૂટ ઊંચાઈનો કપરો ટ્રેક માત્ર ૭ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 May 2026 01:01 PM IST
૮ વર્ષની નિક્ષાએ સર કર્યો એવરેસ્ટ બેઝ કેમ્પ, ગુજરાતનું નામ કર્યું રોશન૮ વર્ષની નિક્ષાએ સર કર્યો એવરેસ્ટ બેઝ કેમ્પ, ગુજરાતનું નામ કર્યું રોશન

ગુજરાત: ગુજરાતની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરની માત્ર ૮ વર્ષની નિક્ષા નીલેશભાઈ બારોટે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે, જેના કારણે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવી રહ્યું છે. નિક્ષાએ હિમાલયમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ એવરેસ્ટ બેઝ કેમ્પ (EBC) સુધીનો ૧૭,૫૯૮ ફૂટ ઊંચાઈનો કપરો ટ્રેક માત્ર ૭ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ મુશ્કેલ અને જોખમી માનવામાં આવે છે. ઓક્સિજનનું ઓછું પ્રમાણ, ભારે ઠંડી, હિમવર્ષા અને ઊંચાઈના કારણે શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત હોવું જરૂરી બને છે. આવી પડકારજનક પરિસ્થિતિ વચ્ચે નાની ઉંમરની નિક્ષાએ અદભુત હિંમત અને દૃઢ મનોબળનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સૌથી ગૌરવની વાત એ છે કે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચ્યા બાદ નિક્ષાએ યોગ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સાથે જ તેણે ગર્વભેર ભારતનું રાષ્ટ્રગાન ગાયું અને તિરંગો લહેરાવી દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો હતો. તેની આ ક્ષણો સોશિયલ મીડિયા પર પણ લોકોમાં ભારે પ્રેરણા જગાવી રહી છે.

નિક્ષાની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત બની છે. નાની ઉંમરમાં જ તેણે બતાવી દીધું છે કે જો મનમાં હિંમત અને સંકલ્પ હોય તો કોઈપણ સપનું અશક્ય નથી.

દીકરી નિક્ષાના આ અદમ્ય સાહસ, આત્મવિશ્વાસ અને દેશપ્રેમને સૌ કોઈ સલામ કરી રહ્યા છે. તેની આ સિદ્ધિ અનેક બાળકો અને ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.