Get News Alerts

Never miss breaking news updates.

સુરતના પાલોદ નજીક સાવકા પિતાની હેવાનિયત, 15 વર્ષીય સગીર પુત્રી પર ત્રણ મહિના સુધી દુષ્કર્મ

સાવકા પિતા ઘરમાં માતા હાજર હોવા છતાં સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. આરોપીએ સમગ્ર મામલે કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 May 2026 12:10 PM IST
સુરતના પાલોદ નજીક સાવકા પિતાની હેવાનિયત, 15 વર્ષીય સગીર પુત્રી પર ત્રણ મહિના સુધી દુષ્કર્મસુરતના પાલોદ નજીક સાવકા પિતાની હેવાનિયત, 15 વર્ષીય સગીર પુત્રી પર ત્રણ મહિના સુધી દુષ્કર્મ

સુરત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ નજીક આવેલા એક ગામમાંથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નરાધમ સાવકા પિતાએ પોતાની 15 વર્ષીય સગીર પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી સતત ત્રણ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, આરોપી સાવકા પિતા ઘરમાં માતા હાજર હોવા છતાં સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. આરોપીએ સમગ્ર મામલે કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અંતે સગીરાની માતાને સમગ્ર ઘટનાની જાણ થતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ માતાએ પાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પાલોદ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.