Get News Alerts

Never miss breaking news updates.

સુરત ગ્રામ્યમાં રિક્ષા ચાલકોની હડતાળ, કડોદરામાં રસ્તા પર ઉતરતાં ટ્રાફિક જામની સ્થિતિ

રિક્ષા ચાલકો શાંતિપૂર્ણ રીતે હડતાળ ચલાવી રહ્યા હતા અને અન્ય રિક્ષા ચાલકોને પણ હડતાળમાં જોડાવા અપીલ કરી રહ્યા હતા. કેટલાક સ્થળોએ પેસેન્જરોને રિક્ષામાંથી ઉતારી અન્ય ચાલકોને હડતાળમાં જોડાવા કહેવામાં આવ્યું હતું. સાથે જ “હડતાળમાં જોડાઓ નહીં તો રોડ જામ થશે” જેવી ચેતવણીઓ આપવામાં આવી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 May 2026 01:11 PM IST
સુરત ગ્રામ્યમાં રિક્ષા ચાલકોની હડતાળ, કડોદરામાં રસ્તા પર ઉતરતાં ટ્રાફિક જામની સ્થિતિસુરત ગ્રામ્યમાં રિક્ષા ચાલકોની હડતાળ, કડોદરામાં રસ્તા પર ઉતરતાં ટ્રાફિક જામની સ્થિતિ

સુરત સુરત ગ્રામ્ય વિસ્તારમાં CNGના વધતા ભાવ અને પોલીસ કાર્યવાહીથી નારાજ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી આવ્યા છે. કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં 50થી વધુ રિક્ષાઓ રસ્તા પર ઊભી રાખીને રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, રિક્ષા ચાલકો શાંતિપૂર્ણ રીતે હડતાળ ચલાવી રહ્યા હતા અને અન્ય રિક્ષા ચાલકોને પણ હડતાળમાં જોડાવા અપીલ કરી રહ્યા હતા. કેટલાક સ્થળોએ પેસેન્જરોને રિક્ષામાંથી ઉતારી અન્ય ચાલકોને હડતાળમાં જોડાવા કહેવામાં આવ્યું હતું. સાથે જ “હડતાળમાં જોડાઓ નહીં તો રોડ જામ થશે” જેવી ચેતવણીઓ આપવામાં આવી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

હડતાળ દરમિયાન ટ્રાફિક પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા અને રિક્ષા ચાલકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન કેટલાક અન્ય ઇસમો વચ્ચે આવતા મામલો ગરમાયો હતો અને પોલીસ સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે સતત વધી રહેલા CNGના ભાવને કારણે તેમની આવક પર સીધી અસર પડી રહી છે. સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસ દરરોજ 30થી વધુ રિક્ષાઓ બિનજરૂરી રીતે ડિટેઇન કરે છે, જેના કારણે રિક્ષા ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.

હાલ કડોદરા પોલીસે હડતાળ કરી રહેલા રિક્ષા ચાલકોને શાંતિપૂર્ણ રીતે સમજાવીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.