Get News Alerts

Never miss breaking news updates.

Surat: રીલ્સ બનાવવાના ચક્કરમાં 40 ફૂટ ઊંચાઈથી યુવક પટકાયો, ઓટો રિક્ષા પર પડ્યો

Surat: સુરત જિલ્લાના કીમ રેલવે ઓવરબ્રિજ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Sep 2026 11:22 AM IST
Surat: રીલ્સ બનાવવાના ચક્કરમાં 40 ફૂટ ઊંચાઈથી યુવક પટકાયો, ઓટો રિક્ષા પર પડ્યોSurat: રીલ્સ બનાવવાના ચક્કરમાં 40 ફૂટ ઊંચાઈથી યુવક પટકાયો, ઓટો રિક્ષા પર પડ્યો

Surat

Surat: સુરત જિલ્લાના કીમ રેલવે ઓવરબ્રિજ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુવક રેલવે ઓવરબ્રિજના એક પિલર પરથી બીજા પિલર પર કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું સંતુલન ગુમાવતા તે અંદાજે 40 ફૂટની ઊંચાઈથી નીચે પટકાયો હતો. યુવક નીચે પાર્ક કરાયેલી ઓટો રિક્ષા પર પડ્યો હોવાનું સામે આવ્યું છે.

રીલ્સ બનાવતી વખતે બન્યો અકસ્માત

યુવક બ્રિજના પિલર પર ચઢ્યો હતો અને રીલ્સ બનાવવાના ચક્કરમાં એક પિલર પરથી બીજા પિલર પર કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, કૂદતી વખતે તેનું સંતુલન બગડતાં તે સીધો નીચે પટકાયો હતો. સમગ્ર ઘટનાને લઈને હવે રીલ્સના જોખમી સ્ટંટ સામે પણ સવાલો ઊભા થયા છે.

અવાજ સાંભળીને લોકો મદદે દોડી આવ્યા

યુવક ઊંચાઈ પરથી નીચે પટકાતા જોરદાર અવાજ થયો હતો. આ અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકને મદદ કરી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

યુવકની સારવાર શરૂ

મળતી પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલો યુવક પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છે. યુવકને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેની સારવાર શરૂ કરવામાં આવી છે. તેની ઈજાઓ અંગેની વધુ વિગતો સત્તાવાર રીતે સામે આવવાની બાકી છે.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

આ ગંભીર અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV ફૂટેજમાં યુવક બ્રિજના પિલર પરથી કૂદવાનો પ્રયાસ કરતો અને ત્યારબાદ નીચે પટકાતો જોવા મળ્યો હોવાની માહિતી છે. ઘટનાને પગલે રેલવે બ્રિજ જેવા જોખમી સ્થળોએ માત્ર સોશિયલ મીડિયા રીલ્સ માટે સ્ટંટ કરવાના જોખમ અંગે ફરી ચિંતા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો : Aravalli: નિવૃત્ત નાયબ કલેક્ટર સાથે સાયબર ફ્રોડ, બેંક ખાતામાંથી ₹55,998 ટ્રાન્સફર

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.