Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં સોની બજારમાં આગથી અફરાતફરી, મોટી દુર્ઘટના ટળી

રાજકોટમાં દિવ્યા ગોલ્ડ પોલિશિગ નામની દુકાનમાં કાલે રાત્રે અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહી. આગ લાગવાનું મુખ્ય કારણ ગેસનો બાટલો બ્લાસ્ટ થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 May 2026 10:51 AM IST
રાજકોટમાં સોની બજારમાં આગથી અફરાતફરી, મોટી દુર્ઘટના ટળીરાજકોટમાં સોની બજારમાં આગથી અફરાતફરી, મોટી દુર્ઘટના ટળી

રાજકોટ  : રાજકોટ શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલી “દિવ્યા ગોલ્ડ પોલિશિંગ” નામની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ દરમિયાન આસપાસના લોકો અને દુકાનદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમયસર ફાયર વિભાગ પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

પ્રાથમિક અનુમાન મુજબ ગેસના બાટલામાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે માહિતી એકત્રિત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.