Get News Alerts

Never miss breaking news updates.

વડોદરાના જાંબુબેટ વિસ્તારમાં કારમાંથી વ્યક્તિની લાશ મળતા ચકચાર

વડોદરા શહેરમાં કાલે રાત્રે જાંબુબેટની રામ પ્લાઝાની ગલીમાં એક કારમાં લોહીથીલથપત એક વ્યક્તિની લાશ મળી હતી. ઘણા સમયથી આ કાર પડી રહી હતી. ત્યારે આસપાસના વિસ્તારના લોકો શંકા જતા તેમને પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે કારની અંદરનો દરવાજો ખોલ્યુ તો ત્યા એક વ્યક્તિની લાશ મળી આવી હતી. આ વાતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થલ પર પહોંચી ગયા હતા. અને હત્યા કેમ કરવામાં આવી છે. તેની તપાસ હાલ ચાલુ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 May 2026 11:12 AM IST
વડોદરાના જાંબુબેટ વિસ્તારમાં કારમાંથી વ્યક્તિની લાશ મળતા ચકચારવડોદરાના જાંબુબેટ વિસ્તારમાં કારમાંથી વ્યક્તિની લાશ મળતા ચકચાર

વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી જાંબુબેટની રામવે પ્લાઝા નજીક ગલીમાંથી એક વ્યક્તિની લાશ કારમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતા જ રાવપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે કારની તપાસ કરતા મૃતકની ઓળખ બાબુસિંહ લાલસિંહ ચૌહાણ તરીકે થઈ હતી. મૃતક કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક રીતે આ મામલો હત્યાનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને પણ કરવામાં આવી હતી. હાલ રાવપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.