
Kheda Dakor Temple : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ભક્ત અને ભગવાનના અનોખા પ્રેમ તથા ભક્તિનો સંગમ જોવા મળી રહ્યો છે.

Dakor Tulsi Vivah: ડાકોરમાં ભગવાન રણછોડરાયજી અને તુલસી માતાના શાહી વિવાહ ભવ્ય રીતે સંપન્ન થયા. લાખો ભક્તોએ લગ્નોત્સવમાં ભાગ લઈ દિવ્ય દર્શનનો લાભ લીધો.

Nadiad Fire: સંકેત ઈન્ડિયા સામે આવેલા રેસ્ટોરન્ટ, કપડાંના સ્ટોર અને અંદાજે 12 જેટલા ફૂડ સ્ટોલ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

Kheda Car Fire: નડિયાદ શહેરમાં કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના મોગલકોટ વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Nadiad Liquor Seizure: આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. નડિયાદમાં ખેડા ક્રાઈમ બ્રાન્ચ અને નડિયાદ રૂરલ...

Kheda Canal Incident: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાબાદ નજીક નર્મદા કેનાલમાં એક યુવકે મોતની છલાંગ લગાવ્યાની ઘટના સામે આવી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી...

ALIMCO AT Mart Nadiad: સુગમ, સમાવેશી અને સશક્ત ભારતના નિર્માણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાતના પ્રથમ ALIMCO Assistive Technology Mart (AT Mart)નું લોકાર્પણ...

Nadiad Baby LED Bulb Removal: ખેડા જિલ્લાના નડિયાદમાં તબીબોની સમયસૂચકતા અને કુશળતાથી 8 મહિનાની બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે. મહેમદાબાદની 8 મહિનાની બાળકી રિયા મારવાડીને શ્વાસ લેવામાં ભારે તકલીફ અને...

Dakor Janmashtami Celebration: ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પાવન...

Mahudha Encroachment Demolition: મહુધામાં હિન્દુ યુવક પર હુમલાની ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગઈકાલે સાંજે બનેલી ઘટનાને પગલે 3 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાયા બાદ આજે વહેલી સવારથી જ...

Nadiad District Court POCSO Case Verdict: નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી પ્રકાશભાઈ રાજુભાઈ સોડા પરમારને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને રૂ.85 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સગીરાને વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હોવાનો કેસ મળતી વિગતો મુજબ, આરોપી સગીર વયની દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી...

Dholikui Kapadvanj Unauthorized Medicine Network: રાજ્યમાં ગેરકાયદેસર અને નકલી દવાઓ સામે ચાલી રહેલી 'ઝીરો ટોલરન્સ' નીતિ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી નડિયાદ મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતા દવાના ઉત્પાદનનો મોટો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને...

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મોટી જાનહાનિ ટળી છે. રણછોડરાયજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી માત્ર 20 ફૂટ દૂર આવેલી જર્જરિત ઈમારત અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ખેડા જિલ્લાના નડિયાદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરતા નેશનલ હાઇવે-48 પર પાર્ક કરાયેલી ટ્રકમાંથી 5,940 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ટ્રક સહિત ₹56.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે-8 પર પીપલગ APMC નજીક રવિવારે દોડતી જગુઆર કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આણંદથી અમદાવાદ જઈ રહેલી કારમાં સવાર બે વ્યક્તિઓ સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ફાયર બ્રિગેડે આશરે 30 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી ગુજરાત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓહાયોના એક મોટેલમાં લાગેલી ભીષણ આગમાં ખેડા જિલ્લાના મૂળ વતની એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. આગની વચ્ચે બચવા માટે પરિવાર બાથરૂમમાં આશરો લઈને મદદની રાહ જોતો રહ્યો, પરંતુ ગૂંગળામણના કારણે ત્રણેયના જીવ બચી શક્યા નહોતા.