Get News Alerts

Never miss breaking news updates.

Khedaના કપડવંજના ફતિયાબાદ પાસે નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ, શોધખોળ શરૂ

Kheda Canal Incident: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાબાદ નજીક નર્મદા કેનાલમાં એક યુવકે મોતની છલાંગ લગાવ્યાની ઘટના સામે આવી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી...
R Gajjar
R GajjarUpdated on: 04 Oct 2026 06:35 PM IST
Khedaના કપડવંજના ફતિયાબાદ પાસે નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ, શોધખોળ શરૂKhedaના કપડવંજના ફતિયાબાદ પાસે નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ, શોધખોળ શરૂ

Kheda Canal Incident

Kheda Canal Incident: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાબાદ નજીક નર્મદા કેનાલમાં એક યુવકે મોતની છલાંગ લગાવ્યાની ઘટના સામે આવી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી અને ઘટનાનું કારણ રહસ્યમય બન્યું છે. મળતી માહિતી મુજબ, યુવકે આશરે 12 વાગ્યાના સુમારે નર્મદા કેનાલમાં છલાંગ લગાવી હતી. ઘટનાના સમાચાર મળતાં જ કેનાલ પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં.

ઘટનાની જાણ આંતરસુંબા પોલીસને થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બીજી તરફ, યુવકની શોધખોળ માટે કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. યુવકે કયા સંજોગોમાં કેનાલમાં છલાંગ લગાવી અને તેની પાછળનું કારણ શું છે તે અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સામે આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]