નડિયાદ કોર્ટનો મહત્વનો ચુકાદો: સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

Nadiad District Court POCSO Case Verdict: નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી પ્રકાશભાઈ રાજુભાઈ સોડા પરમારને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને રૂ.85 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સગીરાને વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હોવાનો કેસ મળતી વિગતો મુજબ, આરોપી સગીર વયની દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Nadiad District Court POCSO Case Verdict: નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી પ્રકાશભાઈ રાજુભાઈ સોડા પરમારને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને રૂ.85 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સગીરાને વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હોવાનો કેસ
મળતી વિગતો મુજબ, આરોપી સગીર વયની દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ તેને વલસાડ જિલ્લામાં પોતાના સંબંધીના ઘરે લઈ જવામાં આવી હતી. ત્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

POCSO કેસ નં. 45/24 હેઠળ ચાલી હતી સુનાવણી
આ કેસ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના POCSO કેસ નં. 45/24 તરીકે ચાલી રહ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ યોગિની કિરીટભાઈ બારોટ દ્વારા સરકાર તરફથી રજૂઆતો કરવામાં આવી હતી. પ્રોસિક્યુશન તરફથી કેસના સમર્થનમાં 14 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે 10 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી.

IPC અને POCSOની વિવિધ કલમો હેઠળ દોષિત
કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા, સાક્ષીઓની જુબાની અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લીધા બાદ અદાલતે આરોપીને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. આરોપી સામે IPCની કલમ 363, 366 અને 376 તેમજ POCSO એક્ટની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો નોંધાયો હતો.

20 વર્ષની સખત કેદ અને રૂ.85 હજારનો દંડ
તમામ પુરાવાઓના આધારે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપી પ્રકાશ સોડા પરમારને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.85,000નો દંડ ફટકાર્યો છે. આ ચુકાદાને સગીરાઓ સામેના ગંભીર ગુનાઓમાં અદાલતની કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે.