Get News Alerts

Never miss breaking news updates.

નડિયાદમાં SMCનો મેગા દરોડો! ટ્રકમાંથી 5,940 દારૂની બોટલો ઝડપાઈ

ખેડા જિલ્લાના નડિયાદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરતા નેશનલ હાઇવે-48 પર પાર્ક કરાયેલી ટ્રકમાંથી 5,940 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ટ્રક સહિત ₹56.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jul 2026 02:21 PM IST
નડિયાદમાં SMCનો મેગા દરોડો! ટ્રકમાંથી 5,940 દારૂની બોટલો ઝડપાઈનડિયાદમાં SMCનો મેગા દરોડો! ટ્રકમાંથી 5,940 દારૂની બોટલો ઝડપાઈ

ગાંધીનગર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નેશનલ હાઇવે-48 પર સફળ દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, નડિયાદ નજીક આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાં ઉભેલી એક શંકાસ્પદ ટ્રક પર નજર રાખી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં પ્લાસ્ટિકની બોરીઓની પાછળ કુશળતાપૂર્વક છુપાવવામાં આવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 5,940 બોટલો મળી આવી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલે GJ-25-U-9898 નંબરની ટ્રક સહિત કુલ ₹56,48,396નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરી માટે ટ્રકનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે પોલીસે ટ્રકના માલિક તેમજ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.

ઈન્ટ્રો:
ખેડા જિલ્લાના નડિયાદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરતા નેશનલ હાઇવે-48 પર પાર્ક કરાયેલી ટ્રકમાંથી 5,940 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ટ્રક સહિત ₹56.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.