Get News Alerts

Never miss breaking news updates.

Nadiadમાં પોલીસનો મોટો સપાટો: ₹1.40 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 39,816 બોટલ-ટીન જપ્ત

Nadiad Liquor Seizure: આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. નડિયાદમાં ખેડા ક્રાઈમ બ્રાન્ચ અને નડિયાદ રૂરલ...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 06:45 PM IST
Nadiadમાં પોલીસનો મોટો સપાટો: ₹1.40 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 39,816 બોટલ-ટીન જપ્તNadiadમાં પોલીસનો મોટો સપાટો: ₹1.40 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 39,816 બોટલ-ટીન જપ્ત

Nadiad Liquor Seizure

Nadiad Liquor Seizure: આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. નડિયાદમાં ખેડા ક્રાઈમ બ્રાન્ચ અને નડિયાદ રૂરલ પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડો પાડી ₹1.40 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપલગ ચોકડી પાસે પટેલ વાડીની સામે આવેલા એક બંધ ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી ખેડા LCBને મળી હતી. જેના આધારે પોલીસ ટીમે ગોડાઉન નંબર-9માં દરોડો પાડ્યો હતો.

39,816 નંગ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

પોલીસે ગોડાઉનની તપાસ કરતાં અંદર ખાખી રંગના બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બોક્સ ખોલીને તપાસ કરતાં તેમાં વિદેશી દારૂની 36,264 કાચની બોટલો અને 3,552 બીયરના ટીન મળી આવ્યા હતા. આમ પોલીસે કુલ 39,816 નંગ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹1 કરોડ 40 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

CCTV તપાસમાં ટ્રક મારફતે માલ ઉતાર્યાનું સામે આવ્યું

પોલીસે ગોડાઉનની આસપાસના CCTV કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સવારે એક એક્ટિવા પર ત્રણ શખ્સો આવ્યા હોવાનું અને ત્યારબાદ ટ્રક મારફતે ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. CCTVમાં મળેલા વાહન નંબરના આધારે પોલીસે તારાપુરના બળવંતભાઈ જયંતીભાઈ પરમારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

રાજસ્થાનથી ટ્રક મારફતે જથ્થો આવ્યો હોવાનો ખુલાસો

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાહુલ નામના શખ્સે રાજસ્થાનથી ટ્રક મારફતે દારૂનો જથ્થો મોકલ્યો હતો. આ જથ્થો તારાપુરના રાજેન્દ્રકુમાર ઉર્ફે ભાણાભાઈ નવનીતભાઈ જયસ્વાલના કહેવાથી મંગાવવામાં આવ્યો હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. દારૂનો જથ્થો ગોડાઉનમાં ઉતારવામાં મદદ કરનાર વિજયભાઈ નટુભાઈ રાઠોડ, લક્ષ્મણભાઈ સહિતના શખ્સો સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.

તહેવારો પહેલાં કરોડોનો દારૂ કોને સપ્લાય કરવાનો હતો?

માત્ર 24 કલાક પહેલાં જ નડિયાદ તાલુકાના ગુતાલ ખાતે ખેડા જિલ્લા પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ સામે મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. ત્યારબાદ હવે નડિયાદમાંથી આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા પોલીસની કાર્યવાહી ચર્ચામાં આવી છે. હાલ પોલીસે વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. નવરાત્રી અને દિવાળીના તહેવારો પહેલાં આટલો મોટો દારૂનો જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]