Kheda Dakor Temple : ડાકોરમાં ભક્તિનો મહાસંગમ, ભક્ત બોડાણાની અનન્ય ભક્તિ યાદ કરી ઉમટ્યા હજારો ભાવિકો

Kheda Dakor Temple : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ભક્ત અને ભગવાનના અનોખા પ્રેમ તથા ભક્તિનો સંગમ જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek Shah
Kheda Dakor Temple ખેડાના ડાકોરધામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમKheda Dakor Temple ખેડાના ડાકોરધામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ

Kheda Dakor Temple ખેડાના ડાકોરધામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ

Kheda Dakor Temple : દેવદિવાળીના પાવન માહોલમાં ભક્ત બોડાણા અને ભગવાન દ્વારકાધીશના અતૂટ સંબંધને યાદ કરીને હજારો ભાવિકો ડાકોરધામમાં દર્શન માટે ઉમટી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે.

ડાકોરધામની ઓળખ માત્ર એક ધાર્મિક યાત્રાધામ તરીકે જ નહીં, પરંતુ ભક્તિ અને સમર્પણની અનોખી ગાથા સાથે પણ જોડાયેલી છે. ભક્ત બોડાણા અને ભગવાન દ્વારકાધીશ વચ્ચેના અતૂટ સંબંધની કથા આજે પણ શ્રદ્ધાળુઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.

ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ

લોકવાયકા મુજબ, સંવત 1212માં કારતક વદ એકમના દિવસે ભક્ત બોડાણા ભગવાન દ્વારકાધીશને ગાડામાં બેસાડીને ડાકોરધામ લાવ્યા હતા. ભક્ત બોડાણાની અસીમ શ્રદ્ધા અને નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન પોતાના ભક્ત સાથે ડાકોર પધાર્યા હતા. ત્યારબાદ કારતક સુદ એકમના રોજ પ્રભુએ પોતાના ભક્તનું ઋણ ચૂકવ્યું હતું અને 'રણછોડ' તરીકે ઓળખાયા હતા.

ભક્ત બોડાણાની આ ભક્તિગાથા દર્શાવે છે કે સાચી શ્રદ્ધા અને નિઃસ્વાર્થ પ્રેમ સામે ભગવાન પણ પોતાના ભક્તના થઈ જાય છે. ભક્ત અને ભગવાન વચ્ચેના આ અનોખા સંબંધને કારણે ડાકોરધામનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું વધી જાય છે.

માખણ ચોર'ના નાદથી ગુંજ્યું ડાકોરધામ

દેવદિવાળીના પાવન અવસરે ભક્ત બોડાણાના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ભક્તો ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી બોડાણા જેવી અતૂટ શ્રદ્ધા, નિષ્કામ ભક્તિ અને સમર્પણ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ડાકોરના વાતાવરણમાં 'જય રણછોડ... માખણ ચોર...'ના જયઘોષ ગુંજી રહ્યા છે.

ભક્તોની અવરજવર અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે સમગ્ર ધામમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ, દેવદિવાળીના પાવન અવસરે ડાકોરમાં ભક્ત બોડાણા અને દ્વારકાધીશની અતૂટ ભક્તિની ગાથા ફરી એકવાર જીવંત બની છે. ભક્તિ હોય તો બોડાણા જેવી, જેના પ્રેમથી ખુદ દ્વારકાધીશ પણ ગાડામાં બેસીને ડાકોર પધાર્યા હતા, એવી શ્રદ્ધા સાથે ભાવિકો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સાળંગપુરધામમાં પૂનમ નિમિત્તે કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર, દાદાને રિયલ ડાયમંડનો મુકુટ અને સોના-ચાંદીના આભૂષણો ધરાવાયા