
Jamnagar News: જામનગર શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Jamnagar Liquor Raid: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. દારૂના વેચાણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

Jamnagar News: જામનગર જિલ્લામાં વર્ષ 2007માં મહિલાની હત્યા કરીને ફરાર થઈ ગયેલા આરોપીને આખરે 19 વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો છે.

જામનગર: દ્વારકા દર્શન માટે પદયાત્રા કરી રહેલા એક વૃદ્ધ યાત્રીના થેલામાંથી રોકડ રકમની ચોરી કરનાર ત્રણ આરોપીઓને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડીને ગુનાનો સફળ ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹56,050 રોકડા અને મોટરસાયકલ સહિત કુલ ₹1.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના 76 વર્ષીય પદયાત્રી દ્વારકા તરફ યાત્રા કરી રહ્યા હતા ત્યારે બેડ ટોલનાકા...

Jamnagar News: જામનગર શહેરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જામનગર મહાનગરપાલિકા (JMC)ની ટીમ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. બાવરીવાસ વિસ્તારમાં દબાણ હટાવવા પહોંચેલી JMCની એસ્ટેટ શાખાની ટીમ પર કેટલાક લોકોએ સ્પ્રે, પથ્થરમારો અને હથિયારો વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે.

Jamnagar News: જામનગર શહેરમાં ચોર ટોળકી ફરી સક્રિય થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે આવેલી એક સોસાયટીમાં પાંચ શખ્સોની શંકાસ્પદ હલચલ CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

Jamnagar News: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ જીએસટી (SGST) વિભાગે એક મોટા બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 50 કલાકથી વધુ ચાલેલી મેરેથોન તપાસ બાદ કરોડો રૂપિયાની ખોટી વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) મેળવવાના ગુનામાં જામનગરની એક ભંગારની પેઢીના પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

જામનગર જિલ્લા LCBની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટિયા પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર ચુસ્ત વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં દેખાતા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખરાબેલા ગામના રહેવાસી વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Jamnagar News: જામનગરમાં બાલાચડી રોડ સ્થિત વોટર રિસોર્ટમાં ગત દિવસે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. પરિવાર સાથે ફરવા ગયેલા 14 વર્ષીય આરવ સોમકરનું પાણીમાં ન્હાતી વેળા અચાનક ડૂબવાથી મોત નીપજ્યું હતું.

Jamnagar News: જામનગર શહેરના વાલકેશ્વરી મેઇન રોડ પર ભરબપોરે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને સ્થળ પર ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Jamnagar News: જામનગરમાં હવે ફેક નંબર પ્લેટ લગાવી રસ્તા પર ફરવું સરળ નથી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરાની બાજ નજરે એક એવો શખ્સ ઝડપાયો છે. જે એક્ટીવા પર બુલેટનો નંબર લગાવી આખા શહેરમાં ફરતો હતો. માત્ર શોખ અને મિત્રો વચ્ચે વાહવાહી મેળવવા માટે કરાયેલા આ કારનામાનો આખરે પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Jamnagar News: જામનગરના રાજપાર્કથી આગળ આવેલા જીઓ (Jio) પેટ્રોલ પંપની સામેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

જામનગરમાં પ્રેમ સંબંધને લીધે સતીયા ગામમાં ગંભીર હિસક ઘટના બની હતી. જેમાં એક મહિલાને ઈજાગ્રસ્ત થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર સાત જેટલી કાર જેટલી આવેલી કારો ગામમાં આવ્યા હતાને આંતક મચાવ્યો હતો. જેના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવે છે કે આ હિસા પ્રેમ સંબંધને લઈને થઈ છે. યુવતીના પક્ષના લોકો સાગરીતો દ્વારા હથિયારો સાથે ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. તેવુ ગામવાસીઓનું કહેવુ છે.

જામનગર: જામનગરના દરેડ GIDC વિસ્તારમાંથી એક મોટા આર્થિક કૌભાંડનો મામલો સામે આવ્યો છે. બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક વેપારીઓ અને કારખાનેદારો સાથે કરોડો રૂપિયાની વ્યાપારીક છેતરપિંડી આચરાઈ હોવાના આક્ષેપો થતા ઉદ્યોગજગતમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી તરીકે સામે આવેલા આનંદ મોઢવાડીયા નામના શખ્સે પહેલા બજારમાં વિશ્વાસ ઉભો કર્યો હતો. વેપારીઓ પાસેથી માલ ખરીદી સમયસર ચુકવણી કરતા તેની...