Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકા જતા પદયાત્રીના થેલામાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓને જામનગર LCBએ દબોચ્યા

જામનગર: દ્વારકા દર્શન માટે પદયાત્રા કરી રહેલા એક વૃદ્ધ યાત્રીના થેલામાંથી રોકડ રકમની ચોરી કરનાર ત્રણ આરોપીઓને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડીને ગુનાનો સફળ ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹56,050 રોકડા અને મોટરસાયકલ સહિત કુલ ₹1.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના 76 વર્ષીય પદયાત્રી દ્વારકા તરફ યાત્રા કરી રહ્યા હતા ત્યારે બેડ ટોલનાકા...
R Gajjar
R GajjarUpdated on: 01 Jul 2026 07:52 PM IST
દ્વારકા જતા પદયાત્રીના થેલામાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓને જામનગર LCBએ દબોચ્યાદ્વારકા જતા પદયાત્રીના થેલામાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓને જામનગર LCBએ દબોચ્યા

AI Generated Images

જામનગર:  દ્વારકા દર્શન માટે પદયાત્રા કરી રહેલા એક વૃદ્ધ યાત્રીના થેલામાંથી રોકડ રકમની ચોરી કરનાર ત્રણ આરોપીઓને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડીને ગુનાનો સફળ ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹56,050 રોકડા અને મોટરસાયકલ સહિત કુલ ₹1.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના 76 વર્ષીય પદયાત્રી દ્વારકા તરફ યાત્રા કરી રહ્યા હતા ત્યારે બેડ ટોલનાકા નજીક તેમના થેલામાં રાખેલી ભેટ-સોગાત અને રોકડ રકમની ચોરી થઈ હતી. ઘટનાની ફરિયાદ મળતાં જામનગર એલસીબીએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસ્યા હતા. સાથે જ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ વ્યક્તિઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ડેરવાળીયા, મયુદિનભાઈ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિશોરભાઈ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરમત પાટિયા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી બે આરોપી અને એક કાયદા સાથે સંઘર્ષિત કિશોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પદયાત્રીના થેલામાંથી રોકડ રકમની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી ₹56,050 રોકડા તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ સહિત કુલ ₹1.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એ.એસ.આઈ. ભરતભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર એલસીબીની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે પદયાત્રીઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com