જામનગરના દરેડ GIDCમાં કરોડોની છેતરપિંડીનો કાંડ, વેપારીઓ સાથે ₹4 કરોડથી વધુની ઠગાઈનો આરોપ



જામનગરના દરેડ GIDCમાં કરોડોની છેતરપિંડીનો કાંડ, વેપારીઓ સાથે ₹4 કરોડથી વધુની ઠગાઈનો આરોપ



જામનગર: જામનગરના દરેડ GIDC વિસ્તારમાંથી એક મોટા આર્થિક કૌભાંડનો મામલો સામે આવ્યો છે. બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક વેપારીઓ અને કારખાનેદારો સાથે કરોડો રૂપિયાની વ્યાપારીક છેતરપિંડી આચરાઈ હોવાના આક્ષેપો થતા ઉદ્યોગજગતમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, આરોપી તરીકે સામે આવેલા આનંદ મોઢવાડીયા નામના શખ્સે પહેલા બજારમાં વિશ્વાસ ઉભો કર્યો હતો. વેપારીઓ પાસેથી માલ ખરીદી સમયસર ચુકવણી કરતા તેની વિશ્વસનીયતા વધી હતી. ત્યારબાદ તેણે અનેક વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં બ્રાસનો માલ ઉધાર મેળવ્યો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ, થોડા સમય બાદ કરોડો રૂપિયાનું પેમેન્ટ બાકી રાખીને આરોપી અચાનક સંપર્કવિહોણો બની ગયો હતો. આરોપીનું કારખાનું અને નિવાસસ્થાન બંધ હાલતમાં મળતા વેપારીઓને છેતરપિંડીની આશંકા મજબૂત બની હતી.
આ સમગ્ર મામલે ભોગ બનનાર એક વેપારીએ જામનગરના પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૂત્રો અનુસાર, પોલીસ હાલ આરોપીની શોધખોળ સાથે આર્થિક લેવડદેવડ અને અન્ય સંભવિત કડીઓની પણ તપાસ કરી રહી છે. ઘટનાને પગલે દરેડ GIDC વિસ્તારમાં વેપારીઓમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



