Get News Alerts

Never miss breaking news updates.

જામનગરના સતીયા ગામમાં પ્રેમ સંબંધની અદાવતમાં હિંસક હુમલો, મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

જામનગરમાં પ્રેમ સંબંધને લીધે સતીયા ગામમાં ગંભીર હિસક ઘટના બની હતી. જેમાં એક મહિલાને ઈજાગ્રસ્ત થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર સાત જેટલી કાર જેટલી આવેલી કારો ગામમાં આવ્યા હતાને આંતક મચાવ્યો હતો. જેના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવે છે કે આ હિસા પ્રેમ સંબંધને લઈને થઈ છે. યુવતીના પક્ષના લોકો સાગરીતો દ્વારા હથિયારો સાથે ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. તેવુ ગામવાસીઓનું કહેવુ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 May 2026 01:28 PM IST
જામનગરના સતીયા ગામમાં પ્રેમ સંબંધની અદાવતમાં હિંસક હુમલો, મહિલા ગંભીર ઇજાગ્રસ્તજામનગરના સતીયા ગામમાં પ્રેમ સંબંધની અદાવતમાં હિંસક હુમલો, મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

જામનગર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામમાં પ્રેમ સંબંધની અદાવતને લઈને ગંભીર હિંસક ઘટના બની હતી. આ વિવાદ મોડી રાત્રે હિંસક અથડામણમાં ફેરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, સાત જેટલી કારમાં આવેલા હથિયારધારી શખ્સોએ ગામમાં ઘૂસી ભારે આતંક મચાવ્યો હતો. ટોળાએ ગામમાં ગાળો બોલી અને ભયનો માહોલ ઉભો કર્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

આ બનાવ દરમિયાન એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફરિયાદ મુજબ, યુવતી પક્ષના લોકો અને તેમના સાગરીતો દ્વારા હથિયારો સાથે ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો.

આક્ષેપ મુજબ મુખ્ય આરોપી ભરતભાઈ ઝાપડાએ મહિલાના માથામાં લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

ઘટના બાદ કાલાવડ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે નામજોગ તેમજ અજાણ્યા મળી કુલ આશરે 22 શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે અને સમગ્ર મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.