જામનગરના રાજ પાર્ક પાસે આવેલા પેટ્રોલ પંપ સામે મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ
Jamnagar News: જામનગરના રાજપાર્કથી આગળ આવેલા જીઓ (Jio) પેટ્રોલ પંપની સામેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

Rahul DesaiUpdated on: 06 Jun 2026 08:36 PM IST

જામનગરના રાજ પાર્ક પાસે આવેલા પેટ્રોલ પંપ સામે મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ
Jamnagar News: જામનગરના રાજપાર્કથી આગળ આવેલા જીઓ (Jio) પેટ્રોલ પંપની સામેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

Rahul Desai
Updated on: 06 Jun 2026 08:36 PM IST

Jamnagar News: જામનગરના રાજપાર્કથી આગળ આવેલા જીઓ (Jio) પેટ્રોલ પંપની સામેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ પ્રમાણે, મૃતક વ્યક્તિની ઓળખ ગૌતમ ગણેશભાઈ પાટીલ તરીકે થઈ છે. મૃતદેહ મળી આવવાની ઘટનાને પગલે સમગ્ર રાજપાર્ક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે.
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વ્યક્તિના મૃત્યુનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી, જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
AUTHOR