Jamnagar News: જામનગરમાં SOGનો દરોડો, 576 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

Jamnagar News: જામનગર શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Jamnagar NewsJamnagar News

Jamnagar News

Jamnagar News: જામનગર શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના મોરકંડા રોડ પર આવેલી રબ્બાની સોસાયટીમાં દરોડો પાડી પોલીસે 576 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 33,800નો મુદ્દામાલ કબજે કર્યો છે.

SOGની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો

મળતી માહિતી મુજબ, જામનગર SOGને બાતમી મળી હતી કે રબ્બાની સોસાયટીમાં રહેતો એક શખ્સ પોતાના રહેણાક મકાનેથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગુલામહાજી મમદગોસ શેખ નામના શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીના કબજામાંથી 576 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 28,800 થાય છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. આમ, ગાંજા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 33,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

આ મામલે આરોપી વિરુદ્ધ જામનગરના સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે ચાલી રહેલા 'No Drugs In Jamnagar' અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. SOG PI વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI એલ.એમ. ઝેર અને એ.વી. ખેરની દેખરેખમાં ટીમે કામગીરી કરી હતી. SOGના ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, જયેશભાઈ પઢેરિયા અને વિજયભાઈ કારેણાને મળેલી બાતમીના આધારે આ સફળ દરોડો પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Jamnagar Liquor Raid: ગોકુલનગરમાં દેશી દારૂના વેચાણનો પર્દાફાશ, મહિલા બુટલેગર સહિત ત્રણની ધરપકડ