જામનગરમાં પોલીસ સ્ટેશનથી નજીક આવેલી સોસાયટીમાં મધરાતે પાંચ ચોર ઘૂસ્યા, CCTVમાં ઘટના કેદ



જામનગરમાં પોલીસ સ્ટેશનથી નજીક આવેલી સોસાયટીમાં મધરાતે પાંચ ચોર ઘૂસ્યા, CCTVમાં ઘટના કેદ



Jamnagar News: જામનગર શહેરમાં ચોર ટોળકી ફરી સક્રિય થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે આવેલી એક સોસાયટીમાં પાંચ શખ્સોની શંકાસ્પદ હલચલ CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે પાંચ અજાણ્યા શખ્સો સોસાયટીમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. એક નહીં, બે નહીં પરંતુ પાંચ શખ્સોની એકસાથે એન્ટ્રીથી સ્થાનિક રહિશોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ વાત એ છે કે, આ ઘટના પોલીસ સ્ટેશનથી નજીકના વિસ્તારમાં બની હોવાના કારણે શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસે CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ શખ્સોની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ, સ્થાનિકોએ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા તેમજ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માગ ઉઠાવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને શંકાસ્પદ શખ્સોની હિલચાલ અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.




